સરકારી વિજ્ઞાન કોલેજ વડનગર અધ્યાપક વિશાલ જે સુથાર ની ૩૬મી નેશનલ ગેમ્સમાં બીચ વોલીબોલ સ્પર્ધા માં ટેકનિકલ ઓફિસિયલ તરીકે ની પસંદગી - At This Time

સરકારી વિજ્ઞાન કોલેજ વડનગર અધ્યાપક વિશાલ જે સુથાર ની ૩૬મી નેશનલ ગેમ્સમાં બીચ વોલીબોલ સ્પર્ધા માં ટેકનિકલ ઓફિસિયલ તરીકે ની પસંદગી


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ માં અધ્યાપક તરીકે ફરજ બજાવતા વિશાલ .જે. સુથાર ને ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિયેશન દ્વારા ૩૬ નેશનલ ગેમ્સ ૨૦૨૨ની બીચ વોલીબોલ સ્પર્ધા માં તારીખ.૬ ઓક્ટોબર થી ૯ ઓકટોબર ૨૦૨૨ તે દરમ્યાન સુરત રાખવામાં આવેલ જેમાં સરકારી વિજ્ઞાન કોલેજ વડનગર ના શારિરીક શિક્ષણ વિભાગ ના અધ્યાપક શ્રી વિશાલ જે સુથાર ટેકનિકલ ઓફિસિયલ તરીકે પસંદગી કરવામાં આવેલ હોવાથી સમગ્ર વડનગર તાલુકા માંથી તેમજ મહેસાણા જિલ્લા માં થી એક જ અધ્યાપક ની પસંદગી થઈ હોઈ તે બદલ સરકારી વિજ્ઞાન કોલેજ ના આચાર્ય અરવિંદ ભાઈ .એસ.પ્રજાપતિ તથા કોલેજ ના તમામ સ્ટાફ ગણ દ્રારા અધ્યાપક વિશાલ. જે સુથાર ને અંતરમન થી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા ઓ પાઠવવામાં આવી હતી અને પ્રોફેસર વિશાલ ભાઈ દિન પ્રતિદિન કોલેજ નુ ગૌરવ વધારે તેવી પણ શુભેચ્છાઓ પાઠવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon