કરમસદમાં જિલ્લાનો પ્રથમ વેક્સિન સ્ટોર બનશે - At This Time

કરમસદમાં જિલ્લાનો પ્રથમ વેક્સિન સ્ટોર બનશે


કરમસદમાં જિલ્લાનો પ્રથમ વેક્સિન સ્ટોર બનશે

હવે રસી માટે અમદાવાદ અને વડોદરા પર નિર્ભર નહીં રહેવુ પડે

આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મહત્વનું આયોજન હાથ ધર્યું છે. કરમસદ ખાતે આવેલી સરકારી હોસ્પિટલના કંપાઉન્ડમાં અાણંદ જિલ્લાનો પ્રથમ વેક્સિન સ્ટોર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અંદાજે 1.80 કરોડની ગ્રાન્ટ બાંધકામ માટે મંજૂર થઈ હોવાનું પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટ સ્ટેશન યુનિટ (PIU)ના સૂત્રોએ જણાવ્યું હતું.

આ અંગે મળતી માહીતી મુજબ અગાઉ કોરોના મહામારી સમયે અપુરતા સાધન સાથે સંઘર્ષ કરવો ખૂબ મુશ્કેલ બન્યો હતો. લોકોમાં દહેશત અને વેક્સિનના અભાવે લોકોને પણ હાડમારી ભોગવવી પડી હતી.

કોરોના મહામારી હાલ કાયમી સ્થાયી થઈ ગઈ હોય તેવી સ્થિતિ છે. સમય અંતરે કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે. નવા વાયરસ સામે રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકારની તૈયારી આરંભી છે.

સમગ્ર જિલ્લામાં જરૂરિયાત મુજબ રસી ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી વેક્સિન સ્ટોર બનાવવાની ભલામણ કરવામાં આવી હતી. જે માટે આરોગ્ય વિભાગ દ્વારા રૂ.1.80 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. બાંધકામ વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર કરમસદ પી.એચ.સી ખાતે આવેલ જૂના જર્જરિત ક્વોટર્સ હટાવીને ફ્રીઝર સાથેનો વેક્સિન અને મેડિકલ સ્ટોર બનાવવાની મંજૂરી મળી છે.અદ્યતન વેક્સિન સ્ટોરમાં બાળકોની અોરી, અછબડા, વાઇરલ સહિતના રોગોની વેક્સિન સ્ટોશેજ કરાશે. અત્યાર સુધી અમદાવાદ અને વડોદરાના સેન્ટર પરથી રસી મંગાવવી પડી હતી. કરમસદમાં વેક્સિન સ્ટોર તૈયાર થતા અન્ય શહેરો પરની નિર્ભરતા બંધ થશે.

9409516488


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.