વતનના રતન કેળવણીકાર વસંતભાઈ ગજેરા સ્થાપિત લક્ષ્મી ડાયમંડ કંપની એ સતત પચીસમા વર્ષે અમેરિકા-લાસવેગાસમાં JCK શો માં ભાગ લીધો - At This Time

વતનના રતન કેળવણીકાર વસંતભાઈ ગજેરા સ્થાપિત લક્ષ્મી ડાયમંડ કંપની એ સતત પચીસમા વર્ષે અમેરિકા-લાસવેગાસમાં JCK શો માં ભાગ લીધો


વતનના રતન કેળવણીકાર વસંતભાઈ ગજેરા સ્થાપિત
લક્ષ્મી ડાયમંડ કંપની એ સતત પચીસમા વર્ષે અમેરિકા-લાસવેગાસમાં JCK શો માં ભાગ લીધો લક્ષ્મી ડાયમંડ કંપની એ ચાલુ-સાલે પચાસ(૫૦) વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે લાસ-વેગાસ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રી્ય JCK શો-૨૦૨૨  માં ભાગ લઈને  વ્યાવસાયિક પાર્ટનર તથા રેગ્યુરલર કલાઈન્ટ્સ ના વિશ્વાસ સંપાદન કર્યુ-અશોક ગજેરા-અમે.ડી. લક્ષ્મી ડાયમંડ 

વતનના રતન કેળવણીકાર માન.વસંતભાઈ ગજેરા દ્વારા સ્થાપિત લક્ષ્મી ડાયમંડ કાુ.એ ચાલુ સાલે કંપનીના સ્થાપનાના પચાસ(૫૦) વર્ષ પૂર્ણ કરીને એકાવન(૫૧) માં વર્ષે પ્રવેશ કર્યો છે ત્યારે લક્ષ્મી ડાયમંડ તથા સિગ્નસ ડાયમંડ જવેલરીના એમ.ડી. અશોકભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ અમેરિકાના લાસ-વેગાસ ખાતે આયોજિત JCK શો-૨૦૨૨ માં આયોજિત ડાયમંડ તથા જવેલરીના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં ભાગ લઈને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. અત્રે ઉલ્લેશખનીય છે કે લક્ષ્મી ડાયમંડ કંપની.ને છેલ્લા ૧૦ વર્ષથી જેમ્સ એન્ડ જવેલરીના વિવિધ રાષ્ટ્રીય પરિતોષક પ્રાપ્ત  થાય છે ત્યારે જાપાન,તાઈવાન,કોરિયા,અમેરિકા,દુબઈ,બેલ્જિાયમ હોંગકોંગ,બેંગકોક,એન્ટનવર્ષ એમ સમગ્ર વિશ્વ માં લક્ષ્મી ડાયમંડ કંપની વ્યાવસાય કરે છે ત્યારે વઘુ એક વખત સતત પચીસમાં વર્ષે અમેરિકાની ધરતીપર આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં ભાગ લઈને માન.વસંતભાઈ ગજેરા,ચૂનીભાઈ ગજેરા,ગિરધરભાઈ ગજેરા,અશોકભાઈ ગજેરા,બકુલભાઈ ગજેરા એમ ગજેરા બંધુઓએ વતન અમરેલી,ગુજરાત તથા ભારતનું ગૌરવ વધાર્યુ છે આ તકે લક્ષ્મી ડાયમંડ કંપની મુંબઈના એમ.ડી.અશોકભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે અમો ડાયમંડ માઈનિંગ કંપનીઝ,એકસપોર્ટ-ઈમ્પોવર્ટ,પોલિશ્ડષ ડાયમંડ તથા રીયલ ડાયમંડ જવેલરીમાં સતત પચાસ(૫૦) વર્ષથી કલાઈન્ટસના વિશ્વાિસ નું સંપાદન કર્યુ છે જેનું અમોને ગૌરવ છે JCK શો-૨૦૨૨ ને સફળ બનાવવા લક્ષ્મી ડાયમંડ-મુંબઈના ડાયરેકટર ઉર્મિલ ગજેરા તથા શ્રીમતિ નેન્સી  ઉર્મિલ ગજેરાએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.