ભાવનગરના સ્વિમિંગ પુલમાં વિશ્વ યોગ દિનની એક્વા યોગ કરી અનોખી ઉજવણી કરવામાં આવી - At This Time

ભાવનગરના સ્વિમિંગ પુલમાં વિશ્વ યોગ દિનની એક્વા યોગ કરી અનોખી ઉજવણી કરવામાં આવી


સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભાવનગર ખાતે સરદારનગરના સ્વિમિંગ પુલમાં અંદાજે ૪૦ જેટલાં યોગસાધકોએ એક્વા યોગ કરીને વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરી હતી.

યોગ એ ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી અણમોલ વિરાસત છે. ત્યારે આખા વિશ્વમાં ૨૧ મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ભાવનગરમાં નિલમબાગ પેલેસ, હસ્તગીરી પર્વત, વેળાવદર નેશનલ પાર્ક, બોર તળાવ, તખ્તેશ્વર મંદિર સહિતના અનેક સ્થળો પર યોગ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સરદાર પટેલ સ્વીમીંગ પૂલ ખાતે આશરે ૪૦ જેટલા સ્વીમિંગપુલના સભ્યો દ્વારા યોગ તજજ્ઞોની ઉપસ્થિતિમાં એક્વા યોગ કરવામાં આવ્યા હતાં.
જેમાં ૭૦ વર્ષ ની વયના જૈફ ઉંમરની વ્યક્તિઓ પણ એકવા યોગમાં જોડાયાં હતી. એક્વા યોગ કરી રહેલા સ્વિમિંગ પૂલના સભ્યોએ પણ આ અનેરા પ્રયોગને આવકાર આપ્યો હતો.

ભાવનગર મ્યુનિસિપાલિટીનાં ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટશ્રી કે. કે. ગોહેલએ જણાવ્યું હતું કે, પાણીમાં થઈ શકે તેવા યોગના આસનો યોગ નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં કરાવવામાં આવ્યાં હતાં.

આઝાદીનાં ૭૫ વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ભાવનગર ખાતે આવેલ સ્વિમિંગ પુલમાં એક્વા યોગ કરવાનો આ નવતર પ્રયોગ હાથ ધરાતા લોકોમાં યોગ પ્રત્યેની અનેરી રુચિ જોવાં મળી હતી.

આ ઉપરાંત પીલ ગાર્ડન ખાતે પણ નિયમિત વૉક કરવા આવતા લોકો યોગમાં જોડાયાં હતાં અને યોગના આસાનો યોગ નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યાં હતાં.

રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon