રાણપુરમાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કરેલા અડપલા ને લઈને ગામ સજ્જડ બંધ રહ્યુ. - At This Time

રાણપુરમાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કરેલા અડપલા ને લઈને ગામ સજ્જડ બંધ રહ્યુ.


બોટાદ જીલ્લાના રાણપુરમાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કરેલા અડપલા ને લઈને ગામ સજ્જડ બંધ રહ્યુ.
મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ,મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા.
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં રૂક્ષ્મણીબેન કન્યાશાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા જેમાં વિદ્યાર્થીની ના પિતાએ શિક્ષક વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકો માં આરોપી શિક્ષક જાવેદ ચુડેસરા ને ઝડપી લઈ તેના વિરૂધ્ધ પોસ્કો અને કલમ ૩૫૪ હેઠળ ગુન્હો દાખલ કરી આરોપી શિક્ષક ને જેલના સળીયા પાછળ ધકેલી લીધો છે ત્યારે આ
આરોપી ને કડક માં કડક સજા થાય અને ફાસ્ટ્રેક કોર્ટ માં કેસ ચાલે અને વિદ્યાર્થીનીને ઝડપથી ન્યાય મળે તે માટે આજરોજ રાણપુર શહેર બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ જેને લઈને રાણપુર શહેરની તમામ બજારો જડબેસલાક સડ બંધ રહી હતી તેમજ બસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજવામાં આવી હતી.જેમાં આંતરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરીષદના ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ,રાણપુર-ધંધુકા
વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ પુર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહીલ, લાલજીભાઈ મેર,રણછોડભાઈ મેર તેમજ સરખેજ ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતીબાપુ, સંતો અને આગેવાનો,મોટી સંખ્યામાં મહીલાઓ સહીત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.જ્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.