ઘેટુલેશ્વર મહાદેવ છાડવારા ખાતે ચાલી રહેલ શિવ કથા માં વાગડ વેલ્ફેર હોસ્પિટલ અને ચિકિત્સા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ અને જનસેવા હોસ્પિટલ સામખિયાળી દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ivm0607wds7gu2fo/" left="-10"]

ઘેટુલેશ્વર મહાદેવ છાડવારા ખાતે ચાલી રહેલ શિવ કથા માં વાગડ વેલ્ફેર હોસ્પિટલ અને ચિકિત્સા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ અને જનસેવા હોસ્પિટલ સામખિયાળી દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું


જય ધન્વંતરી આજ રોજ સવાર નાં 9 થી 2 વાગીયા સુધી ઘેટુલેશ્વર મહાદેવ છાડવારા ખાતે ચાલી રહેલ શિવ કથા માં વાગડ વેલ્ફેર હોસ્પિટલ અને ચિકિત્સા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ અને જનસેવા હોસ્પીટલ સામખિયાળી દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું .આ કેમ્પ મા બ્લડ પ્રેસર, ડાયાબિટીસ , દરેક પ્રકાર નાં દુખાવા તથા જનરલ બધીજ તપાસ દરેક દર્દી ની ફ્રી મા કરી આપવા મા આવિ અને 5 દિવસ ની દવા પણ દરેક દર્દી ને ફ્રી આપવામાં આવી. જે દર્દીઓ ને કાયમી દવા લેતા હોય તેવા દર્દીઓ નું રજીસ્ટ્રેશન કરીને તેમને તે દવાઓ રાહત દરે ચિકિસ્તા મંદિર દ્વારા આપવામાં આવશે. આ કેમ્પ માં 220 થી વધુ દર્દીઓ લાભ લીધો . આ કેમ્પ મા ઘેટુંલેશ્વર મહાદેવ શિવ કથા આયોજક સમિતિ નાં નાગજીભાઈ અને તેમની ટીમ દ્વારા ખુબ સાથ સહકાર આપવામાં આવીયો. આ કેમ્પ નુ સંપૂર્ણ સંચાલન ચિકિસ્તા મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યુ.

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]