ભાડલા તથા વિંછીયા પોલીસ સ્ટેશનમાં બનેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ - At This Time

ભાડલા તથા વિંછીયા પોલીસ સ્ટેશનમાં બનેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ


ભાડલા તથા વિંછીયા પોલીસ સ્ટેશનમાં બનેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ

(૧) ભયલુ સ.ઓ. મનુભાઇ જસમતભાઇ વાઘેલા, જાતે. વેડવા (દેવીપુજક), ઉ.વ.૨૨, ધંધો. ભંગાનો રહે. હાલ. નવાણીયા ગામ, મુળ ગામ જાળીયા, તા.વલ્લભીપુર, જી.ભાવનગર. (૨) ભરત ઉર્ફે પશુ સ.ઓ. મનુભાઇ જસમતભાઇ વાઘેલા, જાતે. વેડવા (દેવીપુજક), ઉ.વ.૧૯, ધંધો, કડીયાકામ, રહે. હાલ. નવાણીયા ગામ, મુળ ગામ જાળીયા,તા.વલ્લભીપુર જી.ભાવનગર જે ઇસમોને ભાડલા પો.સ્ટે. વિસ્તારમાંથી પકડી પાડી ભાડલા તથા વિંછીયા પો.સ્ટે.માં નોંધાયેલ વણ શોધાયેલ ઘર ફોડચોરીના કુલ-ર ગુન્હાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં 2 આરોપી ઝપાપ્યા હતા તેમજ તેનો મુદ્દા માલ (૧) હિરો સ્પેલેન્ડર મો.સા. એન્જી નનં.HA11EDN5C64289 કિ.રૂ.૬૦,૦૦૦/- (૨) વીવો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/- (૩) રોકડા રૂા.૩૮૦/- (૪) એક ચાંદીની મોટી પોચી વજન ૧૨૮.૩૦ ગ્રામ કિ.રૂ.૧૦૦/- (૫) એક જાડુ હાથમા પહેરવાનુ ચાંદીનુ કડુ વજન ૨૯૯.૪૫ ગ્રામ કિ.રૂ.૧૫,૦૦૦/- (૬) એક ચાંદીની નાની પોચી વજન ૧૨ ગ્રામ કિ.રૂ.૧૦૦/- (૭) એક ચાંદીની પારા વાળી પોચી વજન ૨૨.૯૦૦ ગ્રામ કિ.રૂ.૧૫૦/- કુલ કિ. રૂ. ૮૦ ૭૩૦/- જેટલો કબ્જે કર્યો હતો, આ કામગીરીમાં એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર વી. વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહિલ તથા પો.સબ.ઇન્સ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની, અમીતસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. પ્રણય સાવરીયા, રૂપક બોહરા, બાલકૃષ્ણ ત્રીવેદી તથા પો.કોન્સ. મથુર વાસાણી, ભોજા ત્રમટા, પ્રહલાદસિંહ રાઠોડ, રસી જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, ભાવેશ મકવાણા તથા ડ્રા.એ.એસ.આઇ. અમુ વિરડા, ડ્રા.હેડ કોન્સ. રજાક બીલખીયા તથા નરેન્દ્ર દવે વગેરે સ્ટાફ જોડાયેલ હતા.

એટ ઘીસ ટાઇમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.