વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે સતત ત્રીજા વર્ષે ધુળેટી પર્વની ધામધૂમ પૂર્વક ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ - At This Time

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે સતત ત્રીજા વર્ષે ધુળેટી પર્વની ધામધૂમ પૂર્વક ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ


સપ્ત ધનુષ ના રંગોની થીમ પર સાત રંગોથી કરાઈ ઉજવણી, ખાસ પ્રકારે રાજસ્થાનના ઉદયપુર થી મંગાવાયેલ નેચરલ પાવડર કલરનો કરાયો ઉપયોગ જેમાં કુલ 51,000 કિલો રંગ થી કરાઈ ઉજવણી, જેમાં 10,000 કિલો કલરના સપ્તધનુષ્યના રંગો એર પ્રેશરથી હવામાં 60 થી 70 ફૂટ જેટલા ઊંચા 400 થી પણ વધુ બ્લાસ્ટ કરાયા, તો ખાસ 60 જેટલા નાસિક ઢોલીઓ દ્વારા નાસિક ઢોલ ના તાલે ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા તો કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ધુળેટી પર્વની થીમ પર અદ્ભુત વિશેષ શણગાર સજાવાયા અને વિશેષ આરતી પૂજન અર્ચન કરાયું હતું, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં ભવ્યાતિભવ્ય ધુળેટી પર્વની ઉજવણીમાં દેશવિદેશના હજારો ભાવિકો દર્શને ઉમટી પડ્યા અને રંગે રંગાઈ ધન્યતા અનુભવી બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર કે જ્યાં આજરોજ તારીખ 25 માર્ચ 2024 ના રોજ વિશેષ ધુળેટી પર્વ નિમિત્તે વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુર ધામના ઉપલક્ષમાં શાસ્ત્રી હરીપ્રકાશ સ્વામી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી અને અથાણાવાળા સંત મંડળ દ્વારા સતત ત્રીજા વર્ષે ધુળેટી પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી નું આયોજન કરાયું હતું જેમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર કરાયા હતા તો સમગ્ર મંદિર પરિસરને ભવ્ય ડેકોરેશન કરી સજાવવામાં આવ્યું હતું તો દાદા નું વિશેષ પૂજન અર્ચન અને આરતી કરાઈ હતી જેનો લાભ લેવા દેશવિદેશ ના હજારો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને દાદાના રંગે રંગાયા હતા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે ધુળેટી પર્વની સપ્તઘનુષ્યની થીમ પર ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં વિશેષ કરીને રાજસ્થાનના ઉદયપુર ખાતેથી 51,000 કિલો નેચરલ પાવડર કલર લવાયો હતો જે દાદાના ચરણોમાં ધરાવી અને ભાવિકો સાથે ઉજવણી કરાઈ હતી તો વિશેષ કરીને 10,000 કિલો કલરના એર પ્રેશરથી સપ્તઘનુષ્યની થીમ પર 400 થી પણ વધુ 60 થી 70 ફૂટ ઊંચા હવામાં બ્લાસ્ટ કરાયા હતા, 60 જેટલા ઢોલીઓ દ્વારા નાસિક ઢોલ પર નાસિક ઢોલ થીમ પર આધારિત ભક્તિ ગીતો વગાડી ઉપસ્થિત સૌ ભાવિક ભક્તો અને સંતોને મંત્ર મુગ્ધ કર્યા હતા તો આ ભવ્યાતિભવ્ય ધુળેટી ઉજવણીમાં ભાગ લેવા અને ધુળેટી પર્વના કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના અનેરા દર્શનનો લાભ મેળવવા દેશ વિદેશના એક લાખ જેટલા ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને દાદાના દિવ્ય દર્શનનો લાભ મેળવી " દિવ્ય ભવ્ય રંગોત્સવ નાસિક ઢોલ ના તાલે ભક્તિના રંગે દાદાના સંગે સાળંગપુર ધામમાં" ઉજવણીમાં જોડાયા હતા અને પોતાની જાતને ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું હતું તો ધામ ધામથી મોટી સંખ્યામાં સંતો પણ આ દિવ્ય ઉત્સવમાં જોડાયા હતા અને ભાવિકોને રંગે રંગી અને આશિર્વાદ પાઠવી ઉજવણી કરી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.