હિંમતનગર: સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે - At This Time

હિંમતનગર: સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે


હિંમતનગર: સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે ત્યારે ઘઉંની સિઝન છેલ્લા કેટલાય દિવસથી શરૂ થઈ છે ત્યારથી જ ઘઉંની આવક પણ વધી ગઈ છે. માર્કેટિંગ યાર્ડ આગળ બંને બાજુ ઘઉં ભરેલ ટ્રેક્ટરની લાઈનો લાગી છે. 15થી 17 હજાર બોરી ઘઉંની આવક પણ થઈ રહી છે. ભાવની વાત કરીએ તો 480થી લઈને 700 રૂપિયા પ્રતિમણના ક્લોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે, તેવું માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો જણાવી રહ્યા છે. જ્યારે ખેડૂતોને પુરતા ભાવ ન મળતા રોષ છે અને આ કરતા પણ વધુ ભાવ મળે તેવી માંગ કરાઈ છે.
આમ તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકનો ઉતારો ઘટી ગયો છે. સામે ખાતર, બિયારણ, દવાઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે અહીં હરાજીમાં ભાવ ઓછા મળી રહ્યા છે. 550થી વધુ પ્રતિમણના ભાવ પણ મળતા નથી. સાથે બે-બે દિવસથી ખેડૂતોને લાઈનમાં ઉભુ રહેવું પડે છે અને જે ભાવ મળે છે તેમાં લાવવા લઈ જવાનું પણ ભારે બન્યું છે. ત્યારે હરાજીમાં ભાવમાં વધારો થાય તેવું હાલ તો ખેડૂતો જણાવી રહ્યા છે. આમ તો ખેડૂતોની માંગ છે કે 700થી વઘુ ભાવ મળે તો ખેડૂતોને પોષાય તેમ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.