આઝાદીના 75 વર્ષઃ ભારતને અંતરિક્ષમાંથી મોકલવામાં આવી શુભેચ્છાઓ - At This Time

આઝાદીના 75 વર્ષઃ ભારતને અંતરિક્ષમાંથી મોકલવામાં આવી શુભેચ્છાઓ


નવી દિલ્હી,તા.15.ઓગસ્ટ.2022 સોમવારભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે દુનિયાભરના દેશો દુનિયાની સૌથી મોટા લોકશાહી દેશ પર શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે.આજના ખાસ દિવસે ભારતને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સૌથી ખાસ સંદેશ મળ્યો છે અને એ સંદેશ અંતરિક્ષમાંથી આવ્યો છે.ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોજુદ વૈજ્ઞાનિકોએ વિડિયો બનાવીને ભારતને અભિનંદન આપ્યા છે.અંતરિક્ષ યાત્રી સામંથા ક્રિસ્ટોફેરેટીએ ભારતને આઝાદીના 75 વર્ષ પૂરા કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે.અમે્રિકા સ્થિત ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધુએ કહ્યુ હતુ કે, ભારતને એક બહુ સ્પેશ્યલ મેસેજ મળ્યો છે અને તે અંતરિક્ષમાંથી મોકલવામાં આવ્યો છે.સંધુએ ટ્વિટર પર અવકાશયાત્રી સામંથાનો વિડિયો શેર કરીને લખ્યુ હતુ કે, આકાશની કોઈ સીમા નથી.ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફથી ભારતને શુભકામનાઓ મળી છે અને આ હુંફાળા સંદેશ બદલ સામંથાનો આપણે આભાર માનીએ.ભારતની અવકાશી સંસ્થાએ આ  માટે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને ઈન્ટરનેશનલ સ્પેસ એજન્સીનો આભાર માન્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.