રેલવે ટ્રેક ઉપર કોપર વાયરની ચોરી ટાયરમાં વાયર ફસાતા માલગાડી રોકવી પડી - At This Time

રેલવે ટ્રેક ઉપર કોપર વાયરની ચોરી ટાયરમાં વાયર ફસાતા માલગાડી રોકવી પડી


ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોપરના કેબલની ચોરી વધી રહી છે ત્યારે આ વખતે તસ્કરોએ રેલવે ટ્રેક ઉપર નાખવામાં આવેલા કેબલની ચોરી કરી લેતા દોડધામ મચી હતી. એટલું જ નહીં રણાસણ રેલવે ટ્રેક ઉપર માલગાડીમાં તૂટેલો કોપર વાયર ફસાઈ જતા ૨૫ મિનિટ સુધી તેને રોકવાની ફરજ પડી હતી. હાલ આ સંદર્ભે પ.પ૬ લાખની ચોરીનો ગુનો દાખલ કરીને ડભોડા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.