"મંગેતર ના વિચિત્ર વ્યવહારથી કંટાળી યુવતીએ લીધી ૧૮૧ ટીમની મદદ" - At This Time

“મંગેતર ના વિચિત્ર વ્યવહારથી કંટાળી યુવતીએ લીધી ૧૮૧ ટીમની મદદ”


"મંગેતર ના વિચિત્ર વ્યવહારથી કંટાળી યુવતીએ લીધી ૧૮૧ ટીમની મદદ"
વેરાવળ સિટી નાં એક વિસ્તાર માંથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન માં એક યુવતી દ્વારા કોલ આવેલ ' મેડમ બચાવો મારા મંગેતર અમને મારી નાંખશે '
યુવતીનો કોલ આવતાની સાથે જ વેરાવળ અભયમ ટીમ નાં કાઉન્સેલર દાફડા અંજના અને મહિલા કોન્સ્ટેબલ નાંદણીયા વર્ષાબેન સહિત ટીમ તાત્કાલિક મિનિટો માં ઘટના સ્થળે પહોંચી યુવતીનો તેના મંગેતર નાં ત્રાસ થી બચાવ કરેલ.
ઘટનસ્થળે પોહચતાં જાણ્યું કે યુવતી ની સગાઈ વેરાવળના જ એક યુવક સાથે થયેલ. પરંતું તે યુવક વારંવાર મારી નાખવાની ધમકી આપી યુવતી સાથે જબરદસ્તી પોતાની મનમાની કરતો. યુવતી ની માતા પાપડ બનાવી તેમની બે દીકરીઓ અને એક દીકરાનું ગુજરાન ચલાવે છે. ત્યાં તે યુવક અચાનક ઘરે આવી પાપડ અને તેની સામગ્રી ની તોડફોડ કરી આર્થિક નુકસાન કરતો. આજ રોજ રાતે ૨ વાગ્યે યુવતીને કોલ કરી યુવક તેની સાથે ફરવા જબરદસ્તી કરેલ. યુવતી એ રાત્રિનો સમય હોવાથી નાં કહેતા ઘરે આવી બારી - દરવાજા પર પથ્થર ફેંકી યુવતી તેમજ તેમના પરિવાર ઉપર હુમલો કરેલ. બધાં ને જાન થી મારી નાખવાની ધમકી આપતા હોય તેથી યુવક નાં ત્રાસ થી કંટાળી ૧૮૧ ટીમ ની મદદ લીધી.
૧૮૧ વાન જોતા જ યુવક ત્યાંથી નાશી છૂટ્યો. ઘરમાં જઈ જોયું તો યુવતી તેમના મંગેતર નાં ત્રાસ થી એસિડ પીવાનો પ્રયત્ન કરેલ. જે તરત તેમના હાથ માં થી એસિડ ની બોટલ છિનવી યુવતીનો બચાવ કરેલ. ત્યારબાદ યુવતી ને આશ્વાશન આપી સમજાવ્યાં કે 'મુશ્કેલી નાં સમય માં આવી રીતે આત્મહત્યા કરવી એ સમસ્યાનું સમાધાન નથી '. યુવતીને હિંમત આપી મરી જવાના વિચારો માંથી બહાર કાઢેલ. તે યુવકને પણ ટેલીફોનીક વાત કરી સમજાવી, સ્થળ પર બોલાવેલ પરંતુ એ હાજર નાં થતા યુવતી તેમજ તેમના પરિવાર ને કાયદાકિય માર્ગદર્શન આપેલ. હાલ યુવતી તેમજ તેમના પરિવાર ઉપર ખતરો હોય તેથી તેઓએ તે યુવક વિરૂદ્ધ કાયદાકિય કાર્યવાહી કરવા જણાવેલ તેથી યુવતી તેમજ તેમની બહેન અને માતા ને વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે લઈ જવામાં આવેલ.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.