ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી શરૂ: હિંમતનગર રેલવે સ્ટેશન પર હોળી બાદ શ્રમિકોએ પૂજન અર્ચન કરી ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી શરૂ કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ijcqrliwjizfguxn/" left="-10"]

ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી શરૂ: હિંમતનગર રેલવે સ્ટેશન પર હોળી બાદ શ્રમિકોએ પૂજન અર્ચન કરી ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી શરૂ કરી


રેલવે વિભાગ દ્વારા અસારવાથી ઉદેપુર રેલવે લાઈન પર ઈલેક્ટ્રીફીકેશન કરવાની જાહેરાત બાદ કામગીરી શરૂ થઇ હતી. ત્યારે હોળી બાદ શ્રમિકોની ટુકડીએ પૂજન અર્ચન કરી કામગીરીની શરૂઆત કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, અસારવાથી ઉદેપુર રેલવે લાઈન પર ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે હિંમતનગરથી અસારવા દરમિયાન બે એજન્સીઓ કામ કરી રહી છે. જેમાં હિંમતનગર પ્રાંતિજ એક અને પ્રાંતિજ થી અસારવા એક એમ બે એજન્સીઓ દ્વારા કામગીરી ચાલી રહી છે. હાલમાં અસારવાથી રખિયાલ કામગીરી પૂર્ણ થઇ છે. તો હિંમતનગરથી પ્રાંતિજ સુધી પણ પૂર્ણ થઇ છે. તો પ્રાંતિજથી રખિયાલ વચ્ચે કામગીરી બાકી છે જે ચાલી રહી છે. ત્યારે હોળીને લઈને

કામગીરી બંધ હતી જે કામગીરી ફરીથી શરૂ થઇ છે. ત્યારે હોળી બાદ હિંમતનગર રેલવે સ્ટેશન પર શ્રમિકોની ટુકડીએ પૂજન અર્ચન કરીને કામની શરૂઆત કરી હતી. તો હિંમતનગર રેલવે સ્ટેશન પર કેબલિંગની કામગીરી પૂર્ણ થયા બાદ સપોર્ટ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. જે પૂર્ણ થતા હવે એડજેસ્ટમેન્ટની કામગીરી શ્રમિકોની ટુકડીએ શરૂ કરી છે.

રેલવે વિભાગના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ અસારવાથી રખિયાલનો CRS 30 માર્ચના દિવસે સિગ્નલ વિભાગની કામગીરીને લઈને થઇ શક્યો ન હતો. ત્યારે હવે આ મહિનામાં અસારવાથી હિંમતનગર સુધીનો CRS થવાની શક્યતા જોવા મળી રહી છે.

બીજી તરફ NWR વિભાગમાં 31 માર્ચને રવિવારે ડુંગરપુરથી બિછીવાડા સુધીના CRS થયું હતું. જેમાં 21 કિમી રેલવે પર

ઈલેક્ટ્રીફીકેશન એન્જીન 75ની સ્પીડથી દોડયું હતું. અગાઉ 10 જાન્યુઆરીએ જયસમંદથી ડુંગરપુર સુધીના 55 કિમીના સેક્સન

પર 110 કિમી સ્પીડ ટ્રાયલ કરવામાં આવ્યું. જેથી લઈને ઉદેપુરથી બિછીવાડા સુધીનું 138 કિમી સુધીનું ઈલેક્ટ્રીફીકેશનની

કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. હાલમાં બિછીવાડાથી હિંમતનગર સ્ટેશન સુધીના 71 કિમીમાં ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી ચાલી

રહી છે. જેને લઈને 30 ટકા જેટલી કામગીરી બાકી હોવાનું જાણવા મળ્યું છે. તો WR વિભાગમાં અસારવાથી હિંમતનગર

સુધીના 90 કિમીમાં 60 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]