ધોલેરા ગામના તળાવમાં અગમ્ય કારણસર માછલીઓના મોત - At This Time

ધોલેરા ગામના તળાવમાં અગમ્ય કારણસર માછલીઓના મોત


અમદાવાદ જીલ્લા ના ધોલેરા ગામના તળાવમાં અગમ્ય કારણસર માછલીઓના મોત ત્રણ ટ્રેક્ટર ભરી નિકાલ

અમદાવાદ જીલ્લા ના ધોલેરા ગામમાં આવેલા તળાવમાં માછલીઓ મોત થતા દુર્ગંધથી તળાવની આજુબાજુના રહેણાંકી વિસ્તારના લોકો ત્રાહીમામ્ પોકારી ગયા હતા. આ દુર્ગંધથી રોગચાળાની ભીતી સેવાઈ રહી હતી ત્યારે ધોલેરા ગ્રામ પંચાયત દ્વારા માછલીઓને બહાર કાઢવાની વ્યવસ્થા કરાઈ હતી. ધોલેરા ગામમાં આવેલા તળાવમાં માછલીઓ મૃત અવસ્થામાં તરતી જોવા મળી હતી. આ મૃત અવસ્થામાં રહેલી માછલીઓને લઈ દુર્ગંધ આવતી હોવાથી આજુબાજુમાં રહેણાંકી વિસ્તારના લોકોએ ગ્રામપંચાયત સરપંચ અને ઉપસરપંચને જાણ કરતા આ અંગે ધોલેરા ગ્રામ પંચાયત ઉપ સરપંચ ઘનશ્યામસિંહ ચુડાસમાએ ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તળાવનાં પાણીનો નમુનો લઇ લેબ પરીક્ષણ કરવાની જાણ કરી હતી. જેથી પાણીમાં ઝેરી કેમિકલ કે દવા નાખેલી છે કે કેમ? તેની ખાત્રી થશે. તળાવમાંથી મૃત હાલતમાં મળેલી માછલીઓને બહાર કાઢી ત્રણ ટ્રેક્ટરમાં ભરી ધોલેરાના ખુણ ગામની સીમમાં ઉંડો ખાડો કરી દાટી દેવામાં આવી હતી. જેને લઈ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધોલેરા ગામમાં આવેલા આ તળાવમાં કોઈ કંપનીનું દુષીત પાણી આવતું ન હોવા છતાં અઢળક માછલીઓના મોત થયા ચકચાર મચી છે. ત્યારે પાણીનો લેબ રિપોર્ટ દ્વારા માછલી નું સાચું કારણ જાણી શકાશ.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.