જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું:હિંમતનગરમાં NHMના કોન્ટ્રાકટ કર્મચારીઓના પગાર વધારામાં ફાર્માસિસ્ટ કેડરને અન્યાય; ન્યાય નહિ મળે તો અંદોલનની ચીમકી - At This Time

જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું:હિંમતનગરમાં NHMના કોન્ટ્રાકટ કર્મચારીઓના પગાર વધારામાં ફાર્માસિસ્ટ કેડરને અન્યાય; ન્યાય નહિ મળે તો અંદોલનની ચીમકી


સાબરકાંઠા જિલ્લામાં NHMના કોન્ટ્રાકટ કર્મચારીઓના પગાર વધારામાં ફાર્માસિષ્ટ કેડરને અન્યાય થવાને લઈને આજે સાંજે જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને ન્યાય નહિં મળે તો અંદોલન કરી ચૂંટણીમાં સરકાર વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી આપી હતી.

આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લામાં RBSKના 26 અને NHMના 4 મળી 30 ફાર્માસિસ્ટ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસ કરારથી ફરજ બજાવતા કમર્ચારીઓના પગારમાં છ વર્ષના લાંબા ગાળા બાદ વધારો કરવામાં આવ્યો છે. જેમાં ફાર્માસિસ્ટને સ્ટાફનર્સ અને લેબ ટેક્નીશીયન કરતા નીચલી કેડરને ઘણો ઓછો પગાર નિયત કરતા રાજ્યભરના ફાર્માસિસ્ટ અપમાનિત થયા છે. જેને લઈને સોમવારે સાંજે હિંમતનગરમાં જિલ્લા આરોગ્ય અધિકારીને RBSK જિલ્લા ફાર્માસિસ્ટના નોડલ રીન્કુ પટેલ સાથે ચિરાગ પરમાર, હિમાંશુ પરમાર અને હમીદાબેને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજ સુતરીયાને ચીમકી આપતું આવેદનપત્ર આપ્યું હતું.

આ અંગે સાબરકાંઠા જિલ્લા ફાર્માસિસ્ટ નોડલ રીન્કુ પટેલે જણાવ્યું હતું કે, ફાર્માસિસ્ટ, સ્ટાફનર્સ અને લેબ ટેકનીશીયનમને વર્ષોથી એક સમાન કેડર ગણીને કાયમી ભરતીમાં એક સમાન પગાર ચુકવવામાં આવી રહ્યો છે. જ્યારે નેશનલ હેલ્થ મિશન દ્વારા વર્ષ 2018માં કરવામાં આવેલ પગાર વધારામાં પણ એક સમાન કેડર ગણીને રૂ 13,000 હજાર બેઝીક પગાર નક્કી કરવામાં આવ્યો છે, તેમ છતાં તાજેતરમાં કરવામાં આવેલ પગાર વધારામાં સ્ટાફનર્સ અને લેબ ટેકનીશીયનને રૂ 20,000 હજાર બેજીક પગાર નિયત કરવામાં આવેલ છે. જયારે ફાર્માસિષ્ટને રૂ 16,000 બેઝીક નક્કી કરી ભેદભાવ કરવામાં આવેલ છે, એટલું જ નહિં ફીમેલ હેલ્થ વર્કરની સ્કીલ્ડ કર્મચારીઓમાં ગણના થતી

હોવા છતાં એમને પણ સેમી સ્કીલ્ડ કમર્ચારી ડ્રાઈવર જેટલું વેતન નિયત કરતા વિસંગતતા જોવા મળી છે. જેને તાત્કાલિક દૂર કરીને રૂ 20,000 બેઝીક

પગાર નિયત કરવાની માગ કરવામાં આવી છે. ઉચ્ચ અભ્યાસ કરેલ ફાર્માસિસ્ટને સ્ટાફનર્સ અને લેબ ટેકનીશીયન કરતા નીચલી કેડર ગણી અપમાન

કરેલ છે. ત્યારે સત્વરે અન્યાય દૂર કરી ન્યાય નહિ આપવામાં આવે તો આંદોલન કરવું પડશે તેમજ ચૂંટણીમાં સરકાર વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી

રાજ્યના ફાર્માસિસ્ટ એસોસીએસનના પ્રમુખે ઉચ્ચારી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.