શ્રમયોગીઓ મતદાન કરી શકે તે માટે મતદાનના દિવસે સવેતન રજા અપાશે - At This Time

શ્રમયોગીઓ મતદાન કરી શકે તે માટે મતદાનના દિવસે સવેતન રજા અપાશે


શ્રમયોગીઓ મતદાન કરી શકે તે માટે મતદાનના દિવસે સવેતન રજા અપાશે

આગામી તાઃ ૦૧-૧૨-૨૦૨૨ ના રોજ બોટાદ જિલ્લામાં ૧૦૬-ગઢડા અને ૧૦૭-બોટાદ -વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજાનાર છે. જેથી ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ-૧૯૪૮, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ-૧૯૯૬, કોન્ટ્રાકટ લેબર-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા / સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને સવેતન રજા આપવાની રહેશે તેમ મદદનીશ ખેતી નિયામકશ્રી(ગુ.નિ) નોડલ ઓફિસર ફોર માઈગ્રેટરી ઈલેક્ટર્સ, બોટાદની યાદીમાં જણાવાયું છે.

આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાને કારણે સબંધિત શ્રમયોગીઓ – કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહી. રજાના કારણે શ્રમયોગી – કર્મચારી પગાર મેળવવાનો હક્ક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં તે વ્યક્તિ રજા જાહેર ન થઈ હોય અને જે પગાર મળવાપાત્ર હોત તેટલો પગાર ચુકવવાનો રહેશે.

જે શ્રમયોગીની ગેરહાજરીથી જોખમ ઉભું થવાની સંભાવના હોય અથવા જે વ્યવસાય અને જે રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ – કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજ સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક મતદાન માટે વારા-ફરતી સવેતન રજા આપવાની રહેશે.

જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉક્ત જોગવાઈથી વિરૂદ્ધનું વર્તન કરશે તો ઉક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ઉપરોક્ત સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લાના નોડલ અધિકારી શ્રી કે.બી.રમણા, મદદનીશ ખેતી નિયામકશ્રી(ગુણવત્તા નિયંત્રણ) ફોન નં.૦૨૮૪૯-૨૭૧૩૪૬, નાયબ ખેતી નિયામશ્રી(વિ.)ની કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ-બોટાદનો સંપર્ક સાધવા યાદીમાં વધુમાં જણાવાયું છે

Report, Nikunj Chauhan Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.