મા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બોડકદેવ ખાતે કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી. - At This Time

મા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બોડકદેવ ખાતે કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી.


૨૦૨૪ ના ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્ય વ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદ ના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી અને અબોલ જીવોની સારવાર માટે થતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને આ અવસરે વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી,

આ કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે ૯૦૦થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, ૭૦૦થી વધારે વેટરનિટી તબીબો તેમજ ૭૭૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવા અર્થે કાર્યરત રહેવાના છે અબોલ જીવોની કાળજી માટે ગુજરાતનું આ એક આગવું અભિયાન છે,

આ અભિયાન હેઠળ ગત વર્ષે ૧૩,૦૦૮ પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, ઉત્તરાયણ દરમિયાન અબોલ જીવોને કોઈ નુકસાન ન થાય તે રીતે ઉતરાયણ પર્વની ઉજવણી કરીએ અને ઘાયલ પશુ-પક્ષી દેખાય તો તરત સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ તેવો મારો આપ સૌ ને અનુરોધ છે,

સમગ્ર ગુજરાત ના દરેક શહેર, જીલ્લા, તાલુકા , ગામ ના દરેક વિસ્તારના અગ્રણી આદરણીય મહાનુભાવો અને સહુ મિત્રો આપ ઘાયલ પશુ-પક્ષીઓ ના નજીક ના સારવાર કેન્દ્રો ની મુલાકાત લઈ અને જીવદયા સાથે જોડાયેલ આ સ્વયંસેવકો ને પ્રોત્સાહિત કરી સાથ સહકાર આપવા વિનંતી,

પતંગ અને માંજા નો શોખ કોઈ પક્ષી કે જીવ ના મૃત્યુ નું કારણ ન બને એટલી અપેક્ષા સાથે.

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.