બોટાદ શહેર ખાતે સંસ્કૃત ભારતી દ્વારા યોજાશે સંસ્કૃત સંમેલન. - At This Time

બોટાદ શહેર ખાતે સંસ્કૃત ભારતી દ્વારા યોજાશે સંસ્કૃત સંમેલન.


સંસ્કૃત ભારતી બોટાદ અને સાંદીપનિ વિદ્યાનિકેતન બોટાદના સંયુક્ત ઉપક્રમે અને બોટાદની વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી તારીખ 16 /03/2024 ને શનિવારના રોજ સાંદીપનિ વિદ્યાનિકેતન, વરિયાદેવી મંદિર પાસે, તુરખા ગેટ ખાતે બપોરના ૦૩થી૦૬ કલાક દરમિયાન સંસ્કૃત
સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં અતિથિ વિશેષ તરીકે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી માધવ સ્વરૂપદાસજી, સ્વામીનારાયણ ગુરૂકુલ , બોટાદ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવશે. મુખ્ય વક્તા તરીકે શ્રી પંકજભાઈ ત્રિવેદી મંત્રીશ્રી,સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં સંસ્કૃત વસ્તુ પ્રદર્શની, પુસ્તક પ્રદર્શન અને વેચાણ, સરસ્વતી નૃત્ય વંદના, સ્વાગત ગીત, સંસ્કૃત લઘુ નાટક, સંસ્કૃત રાસ ગરબા સંસ્કૃત દેશભક્તિ અભિનય ગીત,શ્રીમદ્ ભગવદ્ ગીતા શલાકા જેવા અનેક કાર્યક્રમો વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવશે.આ સંમેલન નિહાળવા અને માણવા માટે સમગ્ર બોટાદ શહેરની જનતાને જાહેર આમંત્રણ છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.