ગવર્મેન્ટ પોલિટેકનિકના સ્ટુડન્ટ્સે કુદરતી હોનારત જેવી કે, આગ કે ભૂકંપ વગેરે વિશે એલર્ટ આપતું ડિવાઇસ બનાવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hw7cwg11oajxkyep/" left="-10"]

ગવર્મેન્ટ પોલિટેકનિકના સ્ટુડન્ટ્સે કુદરતી હોનારત જેવી કે, આગ કે ભૂકંપ વગેરે વિશે એલર્ટ આપતું ડિવાઇસ બનાવ્યું


ગવર્મેન્ટ પોલિટેકનિકના સ્ટુડન્ટ્સે કુદરતી હોનારત જેવી કે, આગ કે ભૂકંપ વગેરે વિશે એલર્ટ આપતું ડિવાઇસ બનાવ્યું છે. આ ડિવાઈસને આપણે મોબાઈલ સાથે કનેક્ટ કરી શકીએ છીએ. કોઈ જગ્યાએ ભૂકંપના વાઈબ્રેશન શરૂ થાય ત્યારે આ ડિવાઈસ મોબાઈલમાં એલર્ટ આપે છે. આ ડિવાઈસ શુભમ ઝોકન્ડે, દેવાંગ પ્રજાપતિ, રાજ મોઈન, શીસ્તન મહેદી,નિખિલ ચૌધરીએ પ્રો. શ્રીજી ગાંધીના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યું છે.

શુભમ ઝોકન્ડેએ કહ્યું કે, ‘આ ડિવાઈસ દ્વારા આપણે ભૂકંપ કે આગ જેવી હોનારતો સમયે એલર્ટ આપે છે. સામાન્ય રીતે, જ્યારે ભૂકંપ આવે ત્યારે પહેલાં નજીવા કંપન શરૂ થાય છે અને પછી તેની તીવ્રતા ધીમે ધીમે વધતી હોય છે ત્યારે આ ડિવાઈસને જો મોબાઈલ સાથે કનેક્ટ કરવામાં આવે તો, જ્યારે ભૂકંપની શરૂઆતના કંપન શરૂ થાય છે ત્યારે મોબાઈલમાં એલર્ટ આવી જાય છે આવી જ રીતે, જ્યારે ક્યાંય આગની ઘટના બને ત્યારે ફાયર ફ્લેમ કે તેના ધુમાડાને આ ડિવાઈસ ડિટેક્ટ કરી મોબાઈલમાં ફાયર એલર્ટ આપે છે. અમે આ ડિવાઈસની સાથે તેની એપ્લિકેશન પણ બનાવી છે.જે કોઈપણ મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી શકાય અને કુદરતી હોનારત સમયેસત્વરે પગલા લઈ નુકસાન થતું અટકાવી શકાય.

PUBLISH BY : SAURANG THAKKAR

AHMEDABAD JILLA BEURO CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]