*ખેલ મહાકુંભ તાલુકા કક્ષા માં વોલીબોલ અને ચેસ રમતોમાં શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સિહોર આજે ઝગમગ્યુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hvnzjamv6v6chvzh/" left="-10"]

*ખેલ મહાકુંભ તાલુકા કક્ષા માં વોલીબોલ અને ચેસ રમતોમાં શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સિહોર આજે ઝગમગ્યુ


આજ રોજ ખેલ મહાકુંભ તાલુકા કક્ષા ચેસ,વોલીબોલ, ભાઈઓ તથા બહેનોની રમત નો શુભ આરંભ શિહોર તાલુકા પ્રાથમિક શાળા શિક્ષણ અધિકારી શ્રી નાથાની સાહેબ દ્વારા કરવામાં આવેલ જેમાં શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સિહોર ના ડાયરેક્ટર શ્રી ફાધર વિનોદ અને સિહોર તાલુકાના રમતગમત કન્વીનર માશુખ સર ની હાજરી માં આજ ની રમત ની શરૂઆત કરવામાં આવેલ. આજની રમતો માં ભાઈઓની અંડર 14 માં આઠ ટીમે ભાગ લીધેલ અને બહેનોની ચાર ટીમે ભાગ લીધેલ,અંડર 17 માં ભાઈઓ ની છ અને ચાર બહેનોની ટીમે ભાગ લીધેલ જ્યારે ઓપન વિભાગમાં ચાર ભાઈઓ અને ચાર બહેનોની ટીમોએ ભાગ લીધેલ જેમાં અંડર 14 ના વિજેતા ભાઈઓ વિભાગની સ્પર્ધામાં પ્રથમ નંબર શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સિહોર દ્વિતીય નંબર બી બી શાહ દેવગણા પ્રાથમિક શાળા અને તૃતીય નંબર બાપા આશ્રમ સોનગઢ વિજેતા બનેલ જ્યારે અંડર 17 માં પ્રથમ નંબર શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સિહોર, દ્વિતીય નંબર સેન્ટ મેરી ઇંગ્લીશ મીડીયમ સિહોર અને તૃતીય નંબર શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય શિહોર બી ટીમના ભાઈઓ આવેલ જ્યારે બહેનોમાં અંડર 17 માં પ્રથમ નંબર કન્યા વિદ્યાલય વળાવડ દ્વિતીય નંબર શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય શિહોર ની બહેનો અને તૃતીય બી ટીમ શ્રી સચ્ચિદાનંદ ની બહેનો આવેલ જ્યારે ઓપન વિભાગમાં ભાઈઓની પ્રથમ નંબરે જય ભવાની ટીમ અને દ્વિતીય શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય એ ટીમ અને તૃતીય શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય બી ટીમ વિજેતા બને અને જ્યારે બહેનો ની ઓપન વિભાગની ટીમમાં કન્યા વિદ્યાલય વળાવડ અને દ્વિતીય ગોપીનાથ મહિલા કોલેજ અને તૃતીયમાં શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સિહોરની બહેનો વિજેતા બનેલ સમગ્ર કાર્યક્રમની દેખરેખ રમત ગમતના સિનિયર ટીચર ડી કે મોરી સરના માર્ગદર્શન મુજબ કરવામાં આવેલ. રિપોર્ટર અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]