કૃષિ વિજ્ઞાન કેંન્દ્ર, ચાસવડ ખાતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ માટેની તાલીમ, જાગૃતિ કાર્યક્રમનુ અને પ્રદર્શન યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hvaxapwleohky2qh/" left="-10"]

કૃષિ વિજ્ઞાન કેંન્દ્ર, ચાસવડ ખાતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ માટેની તાલીમ, જાગૃતિ કાર્યક્રમનુ અને પ્રદર્શન યોજાયો


કૃષિ વિજ્ઞાન કેંન્દ્ર, ચાસવડ ખાતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ માટેની તાલીમ, જાગૃતિ કાર્યક્રમનુ અને પ્રદર્શન યોજાયો

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, નવી દિલ્હી દ્વારા આઉટ સ્કેલિંગ ઓફ નેચરલ ફાર્મિંગ પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેંન્દ્ર, ચાસવડ દ્વારા પ્રાકૃતિક ખેતી વિષય પર ટીમલા ગામે એક દિવસની તાલીમ, જાગૃતિ કાર્યક્રમનુ અને પ્રદર્શન આયોજ્ન કર્યુ હતુ.આ કાર્યક્રમમા‌ દરમ્યાન દેશી ગાયના ગોબર અને ગૌ મુત્રથી બનતા, બીજામૃત જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, મિશ્ર પાક પધ્ધતી જણાવવામાં આવ્યું જેનાથી જમીનમાં સૂક્ષ્મ તત્વોની સંખ્યામાં વધારો તેમજ પાક વ્રુધ્ધીમાં પોષણ આપે છે તેમજ રોગ-જીવાત નિયંત્રણ માટે ખુબ અસરકારક છે.આ તાલીમમાં ભરૂચ જીલ્લાના ખેતી અધિકારી શ્રી પી. આર. માંડાણી, કે.વી.કેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા શ્રી.મહેંન્દ્ર એમ,પટેલ,શ્રી હર્ષદભાઇ એમ. વસાવા,વિષય નિષ્ણાત, વિસ્તરણ શિક્ષણ, ડો ધનંજય શિંકર,વિષય નિષ્ણાત, પશુપાલન, શ્રી દેવેંદ્ર.જે. મોદી, વિષય નિષ્ણાત,બાગાયત, ફાર્મ મેનેજર તુશારભાઇ.જી. ભાલાણી, સાગર.આર.ગોમકાલે અને ગ્રામ સેવક ઉપસ્થીત રહ્યા હતા અને ટીમલા ગામના મોટી સંખ્યામા ખેડૂતો ઉપસ્થીત રહ્યા હતા.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]