*સુરેન્દ્રનગર જિલ્લા ના ખેડૂતો હવે પાણીચોરી કરશે તો થશે પાસા* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hsln5p6tvy3odicb/" left="-10"]

*સુરેન્દ્રનગર જિલ્લા ના ખેડૂતો હવે પાણીચોરી કરશે તો થશે પાસા*


*ગુજરાત સરકારે કલેક્ટર ને આદેશ કરતા ખેડૂતો લાલઘુમ કીશાન કોંગ્રેસ મેદાનમાં*

ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કલેક્ટર ને આદેશ આપવા માં આવેલ છે કે ૨૦૧૯ ના કાયદા પ્રમાણે નર્મદા ના પાણી કે પીવા ના પાણી ની પાઈપલાઈન માં થી કોઈ ખેડૂતો ગેરકાયદેસર પાણી કનેક્શન લીધેલ હોય તો તેઓ ને સામે હવે પાસા નું શસ્ત્ર અજમાવવામાં આવશે તેવો હુકમ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા ના ખેડૂતો લાલઘુમ બન્યા છે ત્યારે આ હુકમમા ખાસ થાનગઢ મુળી તાલુકાનાં ખેડૂતો નો ઉલ્લેખ કરવામાં આવેલ છે અને ખેડૂતો ને પાણીચોર કહી જગતતાત નું અપમાન કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતો હવે આ બાબતે લડવાના મુડમાં આવી ગયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કીસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઇ કરપડા એ જણાવ્યું હતું કે સૌની યોજનાથી પાણી દ્વારકા સુધી પહોંચે છે તે પાઈપલાઈન મુળી અને થાનગઢ ના જમીન પેટાળ હેઠળ થી પસાર થાય છે ત્યારે અહીં ના ખેડૂતો ને સિંચાઈ માટે નર્મદા ના નીર આપવામાં આવતા નથી પીવા નું પાણી પણ ગામડાઓ સુધી સરકાર પહોચાડી શકેલ નથી ૨૦૧૨ થી ખેડૂતો ને સૌની યોજના પાઈપલાઈન ના સપનાઓ આપતા હતા સૌરાષ્ટ્ર ના તમામ ડેમો ભરવામાં આવશે ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ૨૦૧૯ થી સૌની યોજના પાઈપલાઈન ચાલુ છે અને થાનગઢ મુળી તાલુકાનાં ગામોમાં આપવામાં આવતું નથી ત્યારે ખેડૂતો કોઈ નાની પાઈપલાઈન માં થી પીયત માટે પાક બચાવવા માટે પાણી કનેક્શન લીધેલ ઝડપાઈ જશે તો પાસા નું શસ્ત્ર ઉગામવા કેટલું વ્યાજબી ગણાય ખરેખર આ ખેડૂતો ને પાણી ન પહોચાડી શકનાર સરકાર લાજવાના બદલે ગાજવા લાગી છે અને ખેડૂતો ને ચોર કહી અપમાન કરી પાસા નો ગેર‌ઉપયોગ ખેડૂતો ઉપર કરી રહી છે ત્યારે ખેડૂતો આ બાબતે સરકાર સામે મોરચો માંડી કિડી ને કોસ નો ડામ જેવો આ પાસા નો કાયદો પરત લેવા લડત કરશે
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]