વિસાવદર શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે શુભમ મોરજરીયા - At This Time

વિસાવદર શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે શુભમ મોરજરીયા


વિસાવદર શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે શુભમ મોરજરીયા

તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલની સુચના અનુસાર પ્રદેશ ઉપપ્રમુખ અને જિલ્લા પ્રભારી હિરાભાઇ જોટવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વાડદોરિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ જસ્મિનભાઇ જાની અને જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ કાસીબભાઇ સમા ની સહમતીથી નવોદિત યુવાન શુભમ મોરજરીયાને વિસાવદર શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવેલ.
ઉપરોક્ત નિમણૂક બદલ પક્ષના મવડી મંડળે સંગઠનના પ્રયાસોને સફળ બનાવી સંગઠનને વધુ મજબૂત કરવા અનુરોધ કરેલ. આ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઇ અમિપરાએ નિમણૂક પત્ર એનાયત કરેલ.

રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.