દહેગામ ના સુજાના મુવાડા ગામમાં સાઇબેજ કંપની દ્વારા શાળામાં પેન્ટિંગ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hkce2k2wz9bpid0c/" left="-10"]

દહેગામ ના સુજાના મુવાડા ગામમાં સાઇબેજ કંપની દ્વારા શાળામાં પેન્ટિંગ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.


દહેગામ તાલુકા ના સુજાના મુવાડા પ્રાથમિક શાળામાં સાઇબેજ કંપની દ્વારા શાળામાં દરેક રૂમ માં અભ્યાસ આધારિત પેઇન્ટિંગ કરી તેમજ શાળાની ફરતે આવેલ ની દીવાલો પર સરસ ચિત્રો દ્વારા કલરકામ કરવામાં આવ્યું હતું જેમાં સાઈબેજ કંપની ના કર્મચારીઓ દ્વારા એક દિવસ માટે શાળા માં પેઇન્ટિંગ પ્રવૃત્તિ રાખી બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો.આ પેન્ટિંગ અંતર્ગત બાળકોને ભણવામાં કોઈપણ અગવડ ન પડે તે માટે દરેક અભ્યાસ ના વિષય અંતર્ગત ચિત્રો દોરી બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાઇબેજ કંપની દ્વારા ગામની શાળાના સર્વાંગી વિકાસ માટે ભાગીદાર થવા બદલ સુજાના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષક સ્ટાફ તેમજ ગામના સરપંચ દ્વારા કંપનીનો આભાર માન્યો હતો. આ પેન્ટિંગ પ્રવૃત્તિ દરમ્યાન શાળા ના આચાર્ય, ગામના સરપંચ , આગેવાનો હાજર રહ્યા હતા. . , , રિપોર્ટ મહેશસિંહ રાઠોડ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]