ભરૂચ જિલ્લામાં 'સુશાસન સપ્તાહ-પ્રશાસન ગાંવ કી ઔર-૨૦૨૨' કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ - At This Time

ભરૂચ જિલ્લામાં ‘સુશાસન સપ્તાહ-પ્રશાસન ગાંવ કી ઔર-૨૦૨૨’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ


ભરૂચ જિલ્લામાં 'સુશાસન સપ્તાહ-પ્રશાસન ગાંવ કી ઔર-૨૦૨૨' કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

સરકારી તમામ કચેરીઓમાં આવતો નાનામાં નાનો અરજદાર પણ તંત્રની સકારાત્મક છાપ લઈને જાય તેવું સુશાસન ઉભુ કરવું છે. :જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરા

સમગ્ર ગુજરાતમાં "સુશાસન સપ્તાહ"ની ઉજવણી થનાર છે. " પ્રશાસન ગાંવ કી ઔર" થીમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષપદે વિવિધ કચેરીઓના વડાશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને સુશાસન વિશે પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, કર્મયોગીઓએ પોતાની જાતને એક અરજદાર તરીકે નિહાળી કામ કરવું જોઇએ. જેથી કરીને અરજદારની સમસ્યાનો ત્વરિત સમાધાન કરવામાં સહાયરૂપ બની શકશે . વધુમાં સરકારી તમામ કચેરીઓમાં આવતો નાનામાં નાનો અરજદાર પણ વહીવટી તંત્રની સકારાત્મક છાપ લઈને જાય તેવું સકારાત્મક કામ આપણે કરવું જોઈએ.

આ ઉપરાંત જિલ્લામાં સુશાસનને સાચા અર્થમાં અમલમાં મુકવાની નેમ વ્યક્ત કરતાં તેમને જિલ્લામાં ચાલતા અન્ય પ્રોજેક્ટ જેવાં કે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ (vms) , ઈ - સંકલન,કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત જિલ્લાના ૧૦,૦૦૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવા , આરોગ્ય ઉત્કર્ષ પહેલ અંતર્ગત પી એમ જે વાય યોજનાની અમલવારી કરાવીને જિલ્લાના બધા જ નાગરિકોને માટે ઉલબ્ધત કરાવીને ૧૦૦% સેચ્યુરેશન કરવા જેવા વિવિધ આયોમોને સર કરીને સાચા અર્થમાં જ જિલ્લામાં સુશાસન સ્થાપવાની હિમાયત કરી હતી.

બેઠકમાં ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલના તથા જિલ્લા વહીવટી તંત્રનાં સાફલ્ય દર્શાવતા વિવિધ યોજનાઓના ૮ થી ૧૦ મિનિટની વિડીયો બતાવવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ હસ્તક પી.એમ.જે.વાય અંતર્ગત અંતરિયાળ ગ્રામ્ય કક્ષાએ લાભાર્થીઓ સુધી કાર્ડ પહોંચતા કરવાની કામગીરી અન્વયેની વીડિયો પણ રજૂ કરવામાં આવ્યાં હતાં.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી. આર.જોષી, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ તેમજ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.