વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી સાથે જમીન સ્વાસ્થ્ય અંગે તાલુકાકક્ષાની તાલીમ યોજાઈ - At This Time

વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી સાથે જમીન સ્વાસ્થ્ય અંગે તાલુકાકક્ષાની તાલીમ યોજાઈ


ધરતીમાંથી ધાન ઉગાડતા ધરતીપુત્રના પરિશ્રમને વાચા આપતો દિન એટલે કિશાન દિન

વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી સાથે જમીન સ્વાસ્થ્ય અંગે તાલુકાકક્ષાની તાલીમ યોજાઈ

નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ભરૂચ દ્વારા કિશાન દીન નિમિત્તે તાલુકાકક્ષાએ અંકલેશ્વર તાલુકાના સજોદ તેમજ ઝગડીયા તાલુકાના સુલતાનપુરા ગામ ખાતે ખેડૂત લક્ષી તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

બાગાયત પાકોની વૈજ્ઞાનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અને પ્રધાન મંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો એન્ડ સ્મોલ સ્કેલ ફૂડ પ્રોસેસીંગ ઇંતર પ્રાઈઝીજ (PMFME) વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.

આ તાલીમ દરમ્યાન કેળાની વૈજ્ઞાનિક ખેતી સાથે વેલાવાળા શાકભાજી તથા અન્ય બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી તેમાં આવતા રોગ અને જીવાત, જમીન સ્વાસ્થ્ય અંગેની માહિતી, પ્રાકૃતિક ખેતીની માહિતી, મધમાખી પાલન, બાગાયત ખાતાની યોજનાકીય માહિતી અને PMFME યોજનાની માહિત આપી હતી.

વધુમાં, સ્થાનિક ખેડૂત યશવંત ચૌહાણના ગ્રીન હાઉસની મુલાકાત યોજી સ્થળ નિર્દશન યોજ્યું હતું. જ્યારે ઝગડીયા વિસ્તારના કેળાની ખેતીની ડાયોગ્નોસ્ટીક મુલાકાત લેવામાં આવી હતી. બાગાયત પાકોની વૈજ્ઞાનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અને પ્રધાન મંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો એન્ડ સ્મોલ સ્કેલ ફૂડ પ્રોસેસીંગ ઇંતરપ્રાઈઝીજ (PMFME) વિશે જાણકારી આપવામાં આવી હતી.

ખેડૂત તાલીમમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો. સજોદ ખાતેની તાલીમ દરમ્યાન ડૉ. જે.જે. પટેલ, કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચ, ડૉ. એમ.એમ.પટેલ કૃષિ વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ, ડૉ. ડી.જે. મોદી વિષય નિષ્ણાંત હોર્ટી કલ્ચર કેવીકે ચાસવડ, જેવા અન્ય વિષય નિષ્ણાંતો તેમજ ઝઘડિયાના સુલતાનપૂરા ગામના કાર્યક્રમ ખાતે પી. કે. મોદી (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, ગણદેવી), જે. એચ. પારેખ (મદદનીશ બાગાયત નિયામક, ભરૂચ), પી. સી. પટેલ, (બાગાયત અધિકારી, ઝઘડિયા) અને જે. બી. બલાદાનીયા (બાગાયત અધિકારી, નેત્રંગ) ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.