ભરૂચ જાસૂસ ટીમે ભરૂચ ડોકયુમેન્ટરીના ત્રીજા ચેપ્ટર તીર્થભુમિ રીલીઝ કર્યું. - At This Time

ભરૂચ જાસૂસ ટીમે ભરૂચ ડોકયુમેન્ટરીના ત્રીજા ચેપ્ટર તીર્થભુમિ રીલીઝ કર્યું.


ભરૂચ જાસૂસ ટીમે ભરૂચ ડોકયુમેન્ટરીના ત્રીજા ચેપ્ટર તીર્થભુમિ રીલીઝ કર્યું.

તા ૨૨ ડીસેમ્બર ૨૦૨૨ ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભરુચી જાસૂસ ટીમ દ્વારા સાંજે ૭ કલાકે ભરૂચ ડોકયુમેન્ટરીના ત્રીજા ચેપ્ટર તીથॅભુમિ રીલીઝ કર્યું અને યુટ્યુબ ચેનલ પર મુકવામાં આવ્યું

ભરૂચને કાશી પછીની પ્રાચીન નગરી ગણવામાં આવે છે. ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચની ઉપમા મેળવનારા ભરૂચના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરવા માટે 20 યુવાઓની ટીમે ડોકયુમેન્ટરી ફીલ્મ બનાવી છે. જહેમત પછી ડોકયુમેન્ટરી ફિલ્મના ત્રીજા ચેપ્ટર તીથॅભુમિ રીલીઝ કર્યું છે.

જેમાં ભરુચ જીલ્લા ના માં નર્મદા કિનારે આવેલા પૌરાણિક શિવાલયોના દશન કરવા માં આવ્યા છે. શુકલતીર્થ,શુકલેસ્વર મહાદેવ, ભાડભૂતમા ભારેસ્વર મહાદેવ, કડોદમાઓમકાર નાથ મહાદેવ , અશામા કપાલેસ્વર મહાદેવ,ના મંદિરોને વિડીયો મા કંડારવામાં આવ્યા છે. અને તેનુ મહાતમય સમજાવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત નગર જનો દિવ્યેશ ભાઈ પટેલ, પરેશભાઈ લાડ, મહેશભાઈ ઠાકર, નીરલભાઈ પટેલ તથા ભરુચ જાસુસ ની ટીમ તેમજ શહેર ના નાગરિકો હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.