તા. 26.01.2023, ગુરુવાર જ્ઞાનની સરવાણી.... 74 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી - At This Time

તા. 26.01.2023, ગુરુવાર જ્ઞાનની સરવાણી…. 74 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી


તા. 26.01.2023, ગુરુવાર

જ્ઞાનની સરવાણી....

74 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

આજરોજ પાણપુર પ્રાથમિક શાળામાં 74મા પ્રજાસતાક દિનની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
ગામની સૌથી વધુ ભણેલ દીકરી રેવાસીયા સના ઝહીરઅબ્બાસ દ્વારા ધ્વજવંદન સહ સન્માન કરવામાં આવ્યું.

ચાલુ વર્ષે ગામમાં નવીન જન્મેલી 27 દીકરી, માતા અને પિતાનું સન્માન કરવામાં આવ્યું. શાળાના ધો. 5 થી 7 ના 68 પ્રતિભાશાળી બાળકોનું સન્માન પણ કરવામાં આવ્યું.તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા.

આ પ્રસંગે ગામના આગેવાન વડીલો, સમસ્ત ગ્રામજનો, એસ.એમ.સી.કમિટી, શાળાનો તમામ સ્ટાફ,વિદ્યાર્થીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું. શાળા પરિવાર તમામનો હૃદયપૂર્વક આભાર માને છે....

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.