વિસાવદર પંથકમાં અચાનક વાતાવરણમાં બદલો - At This Time

વિસાવદર પંથકમાં અચાનક વાતાવરણમાં બદલો


વિસાવદર પંથકમાં અચાનક વાતાવરણમાં બદલો
વિસાવદર
વિસાવદર પંથકમાં આજે અચાનક વાતાવરણમાં ફેરફાર થયો હતો. જેમાં વિસાવદર શહેર તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોર પછી વાતાવરણ વાદળછાયું થાઈ ગયું હતુ સાથે ગાજવીજ કમોસમી વરસાદ વરસ્યો હતો. વિસાવદર, માંડવડ, મોણીયા વગેરે ગામડામાં છુટા છવાયા વરસાદના છાંટા પડ્યા હતા.
આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવાની સંભાવના હાલ જોવા મળે છે અત્યારે ઘઉં, ચણા, તુવેર વગેરે પાકો તૈયાર થવા ઉપર છે ત્યારે આ વરસાદી વાતાવરણ ખેડૂતો માટે નુકશાનકારક થાશે તેવી લોક ચર્ચા થાઈ રહી છે.
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.