હરિયાણા: કુલદીપ બિશ્નોઈએ ભાજપમાં જોડાવાનું કર્યું એલાન - At This Time

હરિયાણા: કુલદીપ બિશ્નોઈએ ભાજપમાં જોડાવાનું કર્યું એલાન


- રાજ્યસભા ચૂંટણીમાં બિશ્નોઈએ કોંગ્રેસ વિરુદ્ધ જઈને ક્રોસ વોટિંગ કર્યું હતુંચંડીગઢ, તા. 03 ઓગષ્ટ 2022, બુધવારહરિયાણાના રાજકારણમાં કોંગ્રેસી MLA કુલદીપ બિશ્નોઈને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવી ગયો છે. તેમણે પોતે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું એલાન કર્યું છે. બિશ્નોઈ ગુરૂવારે સવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ જશે. તેની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી છે. મહત્વની વાત એ છે કે, રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ બાદથી જ તેમને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. કુલદીપે મંગળવારે ટ્વીટ કર્યું હતું કે, 4 ઓગષ્ટના રોજ સવારે 10:10 વાગ્યે ભાજપમાં જોડાઈ જશે. તેમણે બીજુ ટ્વીટ કરીને કહ્યું કે, 'ઘાયલ તો યહા હર પરિંદા હે મગર જો ફિર સે ઉડ સકા વહી જિંદા હે'. તેઓ આજે ચંડીગઢથી MLA ના પદ પરથી રાજીનામું આપશે. જેથી તેમનો પુત્ર ભવ્ય બિશ્નોઈ ભાજપની ટિકિટ પર આદમપુર પેટા ચૂંટણીમાં ઉતરી શકે.મંગળવારે સાંજે બિશ્નોઈએ આદમપુર સ્થિત આવાસ પર સમર્થકો સાથે બેઠક યોજી હતી. તેમણે ભાજપમાં સામેલ થવાને લઈને સમર્થકો પર સૂચનો પણ માગ્યા હતા જેનું બધાએ સમર્થન કર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ નેતાએ કહ્યું કે, આદમપુર વિધાનસભા બેઠકે 27 વર્ષનો વનવાસ કાપ્યો છે અને હવે તે વનવાસની સમાપ્તિનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે, આદમપુર વિસ્તારમાં વિકાસમાં કોઈ અભાવ નહીં આવશે અને આદમપુર ફરી એક વખત વિકાસનું ઉદાહરણ બનશે. રાજ્યસભા ચૂંટણીમાં બિશ્નોઈએ કોંગ્રેસ વિરુદ્ધ જઈને ક્રોસ વોટિંગ કર્યું હતું. ત્યારબાદ તેમને પાર્ટીના બધા પદો પરથી હટાવી દેવામાં આવ્યા હતા. 14 જૂનના રોજ તેમણે ભાજપમાં જોડાવાનો સંકેત આપ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.