હર હર શંભુ...ફેમ ફરમાની નાઝે છોડવો પડયો હતો ટીવીનો ફેમસ સિંગિંગ શો, બિમાર પુત્રનું હતું ઓપરેશન - At This Time

હર હર શંભુ…ફેમ ફરમાની નાઝે છોડવો પડયો હતો ટીવીનો ફેમસ સિંગિંગ શો, બિમાર પુત્રનું હતું ઓપરેશન


લખનૌ, 2 ઓગસ્ટ,2022,મંગળવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હર હર શંભુ સોંગ ગાઇને શ્રાવણ મહિનામાં કરોડો લોકોને ભકિતના રંગે રંગનાર ફરમાની નાઝેનું સિલેકશન એક પ્રસિધ્ધ સિંગિગ શો ઇન્ડિયન આઇડલ માટે થયું હતું. તેને પોતાના બિમાર પુત્રના ઇલાજ માટે આ શો માં ભાઇ લઇને આવક મેળવવી હતી પરંતુ શો અધ વચ્ચેથી જ છોડવો પડયો હતો. કારણ કે ઓપરેશન તાત્કાલિક જરુરી છે એવું તબીબોએ જણાવતા  એકાગ્રતા ભંગ થવાથી  શો છોડવાનો નિર્ણય લીધો હતો. તે પોતાના વતન મુઝફ્ફરનગર પાછી ફરી, છેવટે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા પુત્રનું ઓપરેશન સફળ રહયું હતું. એક માતાએ પોતાના સંતાન માટે કારર્કિદીની પરવા કરી ન હતી. બીજી બાજુ આ એક એવી તક હતી જે ગુમાવ્યા પછી પણ આજે હર હર શંભુથી તેને સ્ટાર ડમ મળ્યું છે. તેને ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ ગાયન છોડયું ન હતું, યૂ ટયૂબ પર પોતાનો વીડિયો ઉતારીને અપ લોડ કરતી રહેતી હતી. આથી તે યૂ ટયૂબર સિંગર બની ગઇ હતી પરંતુ તેની અંદરનું ટેલેન્ટ ફરી ગાયકીના મુખ્ય પ્રવાહમાં ખેંચી લાવ્યું છે. પતિએ તલાક લીધા વિના જ બીજા લગ્ન કરી લેતા તે પોતાના  પુત્રને લઇને માતા પિતાના ઘરે જતી રહી હતી.પુત્રના પાલન પોષણ માટે સિંગિગને જ વ્યવસાય બનાવ્યો હતો. મનની શાંતિ માટે પણ પોતાનો સૂરિલો અવાજ જ એક માત્ર આધાર બન્યો હતો. ગામના લોકોના ધ્યાનમાં આવ્યું કે પોતાની દિકરી સાસરેથી પાછી આવી છે અને સારું ગાય છે. ગામના કોઇ માણસે તેની ગાયિકીનો વીડિયો બનાવીને યૂટયૂબ પર મુકયો જે રાતો રાત વાયરલ થયો હતો. આ યુ ટયૂબ વીડિયો જ તેને પ્રસિદ્ધ સિંગિગ શો ના મંચ સુધી લઇ ગયો હતો. હાલમાં આ  યુ ટયૂબર સિંગર પોતાનો મ્યૂઝિક સ્ટુડિયો ધરાવે છે. આ સ્ટુડિયોમાં જ ગીત રેકોર્ડિગ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.