અલાઉ માધ્યમિક શાળા ખાતે ટ્રાફિક અવરનેસ,મહિલા સુરક્ષા,સાઇબર ક્રાઇમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો - At This Time

અલાઉ માધ્યમિક શાળા ખાતે ટ્રાફિક અવરનેસ,મહિલા સુરક્ષા,સાઇબર ક્રાઇમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો


અલાઉ માધ્યમિક શાળા ખાતે ટ્રાફિક અવરનેસ,મહિલા સુરક્ષા,સાઇબર ક્રાઇમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સમાજમાં કાયદા અંગે જાગૃતિ આવે તેમજ શાળાના બાળકો આવતીકાલના શ્રેષ્ઠ નાગરિક બને તેવા શુભ આશયથી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અલાઉ ખાતે ટ્રાફિક અવરનેસ,મહિલા સુરક્ષા,સાયબર ક્રાઇમ જેવા વિષયોને લઈ આજરોજ ટ્રાફિક પોલીસ બોટાદના P.S.I કે.એન.પટેલ સાહેબ,મહિલા પોલીસ સ્ટેશન બોટાદના P.S.I આઇ.બી.જાડેજા સાહેબ તેમજ સી.ટીમ બોટાદ અને સાથી પોલીસ કર્મચારીઓ આ તબક્કે જોડાયા હતા.તેઓએ ઉપરોક્ત તમામ મુદ્દાઓની વાસ્તવિક તેમજ સ્લાઈડ શો પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી.દરેક વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ રસપૂર્વક માણ્યો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તેમજ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.