આણંદ જિલ્લાના 1773 મતદાન મથકો પર મતદાર સહાય બૂથ ઉભા કરાશે - At This Time

આણંદ જિલ્લાના 1773 મતદાન મથકો પર મતદાર સહાય બૂથ ઉભા કરાશે


આણંદ જિલ્લાના 1773 મતદાન મથકો પર મતદાર સહાય બૂથ ઉભા કરાશે જેમાં દિવ્યાંગ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા હસે.

ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં કુલ 1773 મતદાન મથકો ઊભા કરાયા છે. આ તમામ મતદાન મથકો ખાતે મતદારોને જરૂરી માહિતી પુરી પાડવા માટે મતદાર સહાય બૂથ ઉભા કરી, આ બુથ પર બીએલઓની નિમણુંક કરી, મતદારોને સુવિધા પુરી પાડવામાં આવશે. જિલ્લાના તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફલોર પર રાખવામાં આવ્યા છે અને તમામ મતદાન મથકોએ પીવાના પાણીની, શૌચાલયની, વિજળી અને રેમ્પની પૂરતી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એટલું જ નહિં પરંતુ મતદાનના દિવસે જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે પી.ડબલ્યુ.ડી. (દિવ્યાંગ) મતદારોને મતદાન માટે અલગ લાઈનની વ્યવસ્થા કરાશે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.