લઠ્ઠાકાંડમાં અમદાવાદ અને બોટાદ SPની બદલીઃ બે DySP સસ્પેન્ડ - At This Time

લઠ્ઠાકાંડમાં અમદાવાદ અને બોટાદ SPની બદલીઃ બે DySP સસ્પેન્ડ


અમદાવાદબરવાળા અને ધધુકામાં થયેલા લઠ્ઠાકાંડને પગલે ગુરૂવારે રાજ્યના
ગૃહવિભાગે અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ અને બોટાદના જિલ્લા પોલીસ વડા
કરણરાજ વાઘેલાની સજાના ભાગરૂપે કરવામાં આવી છે.જેમાં  લઠ્ઠાકાંડમાં સૌ પ્રથમવાર એક સાથે બે આઇપીએસ અધિકારીઓને
સાઇડ પોસ્ટીંગ અપાનું છે. આ ઉપરાંત,
બે ડીવાયએસપી, બે પીઆઇ અને
બે પીએસઆઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત, બરવાળા અને ધંધુકાના
પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની બદલી કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.કરણરાજ વાઘેલા સરકારી મિલકતો અને વિરેન્દ્રસિંઘ યાદવ મેટ્રોની
સુરક્ષા કરશેબરવાળા અને ધંધુકામાં થયેલા લઠ્ઠાકાંડને પગલે ગૃહવિભાગ એક્શન
મોડમાં આવ્યું હતુ અને ગુરૂવારે અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંઘ યાદવને અમદાવાદમાં
મેટ્રો ટ્રેન સિક્યોરીટીના કમાન્ડન્ટ તરીકે અને બોટાદ જિલ્લાના એસપી ડૉ. કરણરાજ વાઘેલાને
ગાંધીનગર ખાતે સરકારી મિલકતોની સુરક્ષાના વિભાગના કમાન્ડન્ટ તરીકે ટ્રાન્સફર આપવામાં
આવી હતી.  ગુજરાતના ઇતિહાસમાં લઠ્ઠાકાંડમાં
એકસાથે બે આઇપીએસ અઘિકારીઓને સાઇડ પોસ્ટીંગ અપાયાનો આ પહેલો કિસ્સો છે. આ ઉપરાંત, ેબેદરકારી દાખવવા
બદલ ધોળકા ડીવીઝનના ડીવાયએસપી એન વી પટેલ અને બોટાદના ડીવાયેસપી એસ કે ત્રિવેદી, 
ધંધુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે પી જાડેજા, ધંધુકાના સર્કલ પોલીસ
ઇન્સ્પેક્ટર  સુરેશ બી ચૌધરી, 
બરવાળાના પીએસઆઇ  બી
જી વાળા અને રાણપુરના પીએસઆઇ એસ ડી રાણાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને ઝેરી દારૂકાંડમાં
ગંભીર બેદરકારી દાખવવા બદલ નોટીસ આપીને ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત,
ધંધુકા, બોટાદના અન્ય
પોલીસ સ્ટાફની બદલી માટે પણ હુકમ કરાયો છે. જે અમદાવાદ રેંજ આઇજી ચંદ્રશેખર અને ભાવનગરના
રેંજ આઇજી અશોક યાદવ દ્વારા તૈયાર કરવામાં આવશે.  
તેમજ આ કેસની તપાસમાં જોડાયેલી એસઆઇટી અને સ્ટેટ મોનીટરીંગ સેલના અમદાવાદ અને
બોટાદ ગ્રામ્ય પોલીસના વહીવટદારોની વિગતો મળી છે. જે અંગે રિપોર્ટ બાદ ખુબ પ્રમાણમાં
બદલી કરવામાં આવશે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.