ગુજરાતમાં કોરોના વેક્સિનેશન ડોઝ હવે ૧૨ કરોડની નજીક - At This Time

ગુજરાતમાં કોરોના વેક્સિનેશન ડોઝ હવે ૧૨ કરોડની નજીક


અમદાવાદ,રવિવારગુજરાતમાં કુલ
વેક્સિનેશન ડોઝ હવે ૧૨ કરોડની નજીક છે.  વેક્સિનેશન
ડોઝનો આંક ૧૨  કરોડને પાર થયો હોય તેવું બિહાર,
મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ બાદ ગુજરાત દેશનું
સાતમું રાજ્ય બનશે. ગુજરાતમાં રવિવારે
સાંજની સ્થિતિએ કુલ વેક્સિનેશન ડોઝ ૧૧.૯૯ કરોડ છે. આ પૈકી ૫.૪૩ કરોડ પ્રથમ ડોઝ, ૫.૩૭
કરોડ બીજો ડોઝ જ્યારે ૧.૧૯ કરોડ પ્રીકોશન ડોઝ લઇ ચૂક્યા છે. વેક્સિનથી સુરક્ષિત થનારાઓમાં
૫.૮૮ કરોડ પુરુષ અને ૪.૯૨ કરોડ મહિલાઓ છે. ૯.૮૧ કરોડ દ્વારા કોવિશિલ્ડ, ૧.૮૨ કરોડ દ્વારર્કોવેક્સિન
લેવામાં આવી છે. વયજૂથ પ્રમાણે જોવામાં આવે તો ૧૨થી ૧૪માં ૩૪.૮૬ લાખ, ૧૫થી ૧૭માં ૬૦.૦૩
લાખ, ૧૮થી ૪૪માં ૬.૨૫ કરોડ, ૪૫થી ૬૦માં ૨.૩૮ કરોડ જ્યારે ૬૦થી વધુમાં ૧.૭૨ કરોડ દ્વારા
વેક્સિનના ડોઝ લેવામાં આવ્યા છે.અત્યારસુધી અમદાવાદ
શહેરમાંથી ૧.૧૩ કરોડ, સુરત શહેરમાંથી ૯૦.૭૨ લાખ દ્વારા વેક્સિન ડોઝ લેવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાંથી ૫૫.૨૬ લાખ દ્વારા પ્રથમ ડોઝ, ૪૯.૯૫ લાખ દ્વારા બીજો ડોઝ જ્યારે ૮.૫૪
લાખ દ્વારા પ્રીકોશન ડોઝ લેવામાં આવ્યો છે. અન્ય કોર્પોરેશનમાંથી ગાંધીનગરમાં ૮.૩૬
લાખ, જામનગરમાં ૧૧.૮૦ લાખ, જુનાગઢમાં ૭.૫૭ લાખ, રાજકોટમાં ૩૦.૧ લાખ, વડોદરામાં ૩૮.૭૩
લાખ વેક્સિનેશન ડોઝ અપાઇ ચૂક્યા છે. કયા રાજ્યમાં કુલ સૌથી વધુ વેક્સિનેશન ડોઝ?રાજ્ય         વેક્સિનેશન ઉત્તર પ્રદેશ     ૩૫.૭૮ કરોડમહારાષ્ટ્ર        ૧૭.૪૬ કરોડપ.બંગાળ        ૧૫.૧૪ કરોડબિહાર            ૧૪.૭૬ કરોડમધ્ય પ્રદેશ       ૧૨.૬૬ કરોડતામિલનાડુ       ૧૨.૦૬ કરોડગુજરાત           ૧૧.૯૯ કરોડ 

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.