તિસ્તા શેતલવાડની જામીન અરજીમાં સીટને નોટિસ : જવાબ રજૂ કરવા નિર્દેશ - At This Time

તિસ્તા શેતલવાડની જામીન અરજીમાં સીટને નોટિસ : જવાબ રજૂ કરવા નિર્દેશ


- હાઇકોર્ટે વધુ સુનાવણી સપ્ટેમ્બર માસમાં રાખીઅમદાવાદ,તા.04 ઓગષ્ટ 2022,ગુરૂવાર ગુજરાતને બદનામ કરવાના ષડયંત્રના ચકચારભર્યા કેસમાં અત્રેની સેશન્સ કોર્ટે સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના સેક્રેટરી તિસ્તા શેતલવાડ અને પૂર્વ આઇપીએસ આર.બી.શ્રીકુમારની રેગ્યુલર જામીન અરજી તાજેતરમાં જ નીચલી કોર્ટે ફગાવી દેતાં હવે તિસ્તા શેતલવાડ ગુજરાત હાઇકોર્ટના શરણે આવી છે. તિસ્તાએ કેરલી જામીન અરજીમાં ગુજરાત હાઇકોર્ટે આજે તપાસનીશ એજન્સી સીટ અને સરકારપક્ષને નોટિસ જારી કરી હતી. ગોધરાકાંડ બાદ રમખાણગ્રસ્તો માટે સરકાર સામે લડી હોઇ કિન્નાખોરી રખાઇ રહી હોવાનો આક્ષેપહાઇકોર્ટે સરકારપક્ષને જવાબ રજૂ કરવા પણ નિર્દેશ કર્યો હતો અને તિસ્તાની જામીન અરજીની વધુ સુનાવણી તા.૧૯મી સપ્ટેમ્બર પરે રાખી હતી. તિસ્તા દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીમાં તેણીએ નીચલી કોર્ટના હુકમને પડકાર્યો છે અને તેને ભૂલભરેલો અને અયોગ્ય ગણાવી પોતાને જામીન આપવા ગુહાર લગાવી છે. તિસ્તાએ એવો પણ બચાવ રજૂ કર્યો હતો કે, ગોધરાકાંડ બાદ રાજયમાં ફાટી નીકળેલા કોમી તોફાનોમાં તેણી રમખાણગ્રસ્તો માટે સરકાર સામે લડી તેથી કિન્નાખોરી રાખી તેણીને ભોગ બનાવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિરૂધ્ધના ષડયંત્રમાં સેશન્સ કોર્ટના એડિશનલ પ્રિન્સીપાલ જજ દિલીપકુમાર ધીરજલાલ ઠક્કરે તેમના લંબાણપૂર્વકના અતિ મહત્વના કહી શકાય તેવા ચુકાદા મારફતે બંને આરોપીઓ તિસ્તા શેતલવાડ અને આર.બી.શ્રીકુમારની જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.  સેશન્સ કોર્ટે તિસ્તા અને શ્રીકુમારે વચગાળાના જામીન માંગતી કરેલી અરજીઓ પણ ફગાવી હતી. જેને પગલે તિસ્તાને હાઇકોર્ટમાં જામીનઅરજી કરવી પડી છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.