ધંધુકા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા રજત જયંતી મહોત્સવ ઉત્સાહ પૂર્વક યોજાયો. - At This Time

ધંધુકા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા રજત જયંતી મહોત્સવ ઉત્સાહ પૂર્વક યોજાયો.


ધંધુકા BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર દ્વારા રજત જયંતી મહોત્સવ ઉત્સાહ પૂર્વક યોજાયો.

બી.એ.પી.એસ શ્રીસ્વામિનારાયણ મંદિર, ધંધુકાનો રજત જયંતિ મહોત્સવની ધંધુકાની બિરલા હાઇસ્કુલ ખાતે ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ દિવસે કીર્તન આરાધનાનો (ભજન સંધ્યા) ભવ્ય લાભ પ્રાપ્ત થયો. ખાસ સારંગપુરથી પધારેલા સંગીતજ્ઞ સંતો દ્વારા કીર્તન ભક્તિ અદા કરવામાં આવી હતી. બીજા દિવસે અતિ ભવ્ય નગરયાત્રા ધંધુકા નગરની શેરીઓમાંથી પસાર થઈ હતી. અને તેમાં ૧૦૦થી અધિક સંતો જોડાયા હતા. તૃતીય દિવસ બી.એ.પી.એસ શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ ઠાકોરજીની મહાપૂજાનો લાભ પ્રાપ્ત કર્યો. તેમાં ખાસ સારંગપુરથી સદ્ગુરુ સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી તથા સારંગપુર મંદિરના કોઠારી સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ લાભ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ધંધુકા મોટા ચાર રસ્તાથી બિરલા ચાર રસ્તા સુધીના માર્ગનું નામકરણ 'પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ માર્ગ' કરવામાં આવ્યું.
જેનો ઠરાવ ધંધુકા નગરપાલિકા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ સાંજે ભવ્ય સત્સંગ સભાનું પણ આયોજન થયું હતું. જેમાં સારંગપુરથી મોટી સંખ્યામાં સંતો પધાર્યા હતા. જેમાં સદ્ગુરુવર્ય પૂજ્ય વિવેકસાગર સ્વામી તથા પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી (કોઠારી સંત, સારંગપુર મંદિર), ભક્તવત્સલ સ્વામી અને આત્મતૃપ્ત સ્વામી તથા ધંધુકા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સભામાં ખાસ ' મંદિરમાં પ્રભુ બિરાજે છે' સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. સભાના અંતે અક્ષરપુરુષોત્તમ મહારાજની આરતીના સમયે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. સભાના અંતે ધંધુકા વિસ્તારમાં વિચરણ કરતા પૂજ્ય મુનિસેવા સ્વામીએ સહુનો આભાર વ્યક્ત કર્યો હતો. ધંધુકા નગરના હરિભક્તો અને કાર્યકરોની અથાગ પુરુષાર્થથી રજત જયંતિ મહોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે પૂર્ણ થયો. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો લાભ લીધો.

- મહોત્સવ દરમિયાન ઘણા લોકો વ્યસમુક્ત થયા. અને સાથે પારિવારિક એકતાનો સંદેશ લીધો.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.