અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક. - At This Time

અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક.


અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક.

આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલે ખેડૂતોના પ્રશ્નો, વિદ્યાર્થીઓ માટે રેગ્યુલર બસ,નગરપાલિકાના પ્રશ્નો, જળસંચય, જમીન સંપાદન,માર્ગ વિકાસ, વિજળી, શિક્ષણ, રેવન્યુંને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા.લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા સૂચન કરવામા આવ્યા.

બેઠકમાં જિલ્લાની વિકાસલક્ષી યોજનાઓ જેવીકે આદર્શ ગ્રામ યોજના,ફેમિલિ ફર્સ્ટ સમજાવટનું સરનામું યોજનાનો અમલ થાય,દરેક જનલક્ષી યોજનાઓનો લાભ,
વરસાદના લીધે રસ્તાઓનું ધોવાણ થયું છે તેની કામગીરીની ચર્ચા કરવામાં આવી.લંપી વાઇરસ અને અન્ય યોજનાઓને લઇને ચર્ચા કરવામાં આવી. જિલ્લા વિકાસને લઇને પણ બેઠકમાં ચર્ચાવિચારણા કરવામાં આવી.

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીના,
જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.ડી.પરમાર સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ , ધારાસભ્યશ્રી જશુભાઇ પટેલ અને ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતાં.

જીતેન્દ્ર ભાટીયા,9429180079
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.