આજે સિહોર કોંગ્રેસ દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની જન્મ જયંતી એ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી - At This Time

આજે સિહોર કોંગ્રેસ દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની જન્મ જયંતી એ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી


આજરોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની ૭૮મી જન્મજયંતિ નિમિત્તે સિહોર હોટલ ગેલોર્ડ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના જીવન ચરિત્ર વિશે વિવિધ આગેવાનો દ્વારા વક્તવ્યો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, નગરપાલિકા સદસ્ય મુકેશભાઈ જાની, કરીમભાઈ સરવૈયા,ઈકબાલ સૈયદ,કેતનભાઈ જાની વહીદાબેન પઢીયાર તથા અશોકભાઈ મામસી,રાજુભાઇ ગોહિલ,કિરીટભાઈ મોરી,માનસંગ ડોડીયા વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. આ સાથે સિહોર વોર્ડ નં-૫ ના કોળી સમાજના યુવા આગેવાન અલ્પેશભાઈ ચૌહાણ તેમના મિત્ર સર્કલ રાજુભાઇ તથા લાલાભાઈ ચૌહાણ વગેરે કાર્યકરો કોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રેરીત થઈને સિહોર કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.