માળીયા હાટીના સાર્વજનિક ગણપતિ મંડળ તેમજ ઠાકોરો કા રાજા ગણપતિ મંડળ દ્વારા ગણપતિ ઉત્સવની રંગે ચંગે ઉજવણી - At This Time

માળીયા હાટીના સાર્વજનિક ગણપતિ મંડળ તેમજ ઠાકોરો કા રાજા ગણપતિ મંડળ દ્વારા ગણપતિ ઉત્સવની રંગે ચંગે ઉજવણી


માળીયા હાટીના કોલેજ રોડ તરફ સાર્વજનિક ગણપતિ મંડળ તેમજ પુનપરા વિસ્તારમાં ઠાકોરો કા રાજા ગણપતિ મંડળ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષ પણ ગણેશચતુર્થીના દિવસે સાર્વજનિક ગણપતિ મંડળ તેમજ ઠાકોરો કા રાજા ગણપતિ મંડળના લોકો દ્વારા વાજતે ગાજતે ગણપતિની મુર્તિની સ્થાપના કરાઈ હતી. અને દરરોજ રાત્રીના બહેનો દ્વારા રાસ ગરબા લેવામાં આવે છે અને દરરોજ પ્રસાદીનો નાસ્તો કરાવવામાં આવે છે. દરરોજ સવાર સાંજ વિઘ્નહર્તા ગણપતિ દેવતાની આરતી ઉતારવામાં આવે છે. આમ માળીયા હાટીના સાર્વજનિક ગણપતિ મંડળ તેમજ ઠાકોરો કા રાજા ગણપતિ મંડળ દ્વારા આ ઉત્સવ ઉત્સાહ ભેર ઉજવવામાં આવે છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.