અમરેલી શહેરમાં વોર્ડ નં. ૧૦ માં ગાયત્રી મોક્ષધામ પાસે ગટરનું પાણી વહેવાથી લોકો ત્રાહીમામ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/glse7jksauwq7dqd/" left="-10"]

અમરેલી શહેરમાં વોર્ડ નં. ૧૦ માં ગાયત્રી મોક્ષધામ પાસે ગટરનું પાણી વહેવાથી લોકો ત્રાહીમામ


અમરેલી શહેરમાં વોર્ડ નં. ૧૦ માં ગાયત્રી મોક્ષધામ પાસે ગટરનું પાણી વહેવાથી લોકો ત્રાહીમામ

આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપને ખોબલે ને ખોબલે મત આપીયા પણ આ વિસ્તારનું એકપણ વિકાસનું કામ આ ભાજપ સરકાર કરતી નથી અને અવાર–નવાર નગરપાલીકાના વિભાગના બધા અધિકારીઓને તથા ભાજપના આગેવાનોએ રજુઆત કરેલ છતાં આજદિન સુધી આ વિસ્તારના પ્રશ્નુંન નિરાકરણ કરેલ નથી. અમરેલી શહેરમાં વોર્ડ નં. ૧૦ માં સા.કુંડલા રોડ ઉપર આવેલ ગાયત્રી મોક્ષધામ થી જેશીંગપરાના પુલ સુધીના વિસ્તારમાં ગટરનું પાણી આખા વિસ્તારમાં તથા આ મેઈન રોડ ઉપર ચોમાસાની જેમ દરરોજ ભર્યું રહે છે, આ વિસ્તારમાં ગાયત્રી મોક્ષધામ, વેલનાથ મંદિર, મચ્છુ માતાજીનું મંદિર, સામુદ્વી માતાજીનું મંદિર, સાજી સવાઈ મંદિર આવેલ છે.

આ વિસ્તારમાં વેલનાથ મંદિરના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો બંધી બંધ થઈ ગયેલ છે, અને નગરપાલીકાના ખુલ્લા પાણી કનેકશનો પાણી આવવાથી તથા ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહેવાથી ગાયત્રી મોક્ષધામે દેનક્રિયા કરવા આવતા લોકો તથા ધામિ૬/ગ્:ત્સક સ્થળોએ આવતા લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી ત્વરીત આ વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડયાએ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]