શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિતે જન જાગૃતિ સંદેશ - At This Time

શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિતે જન જાગૃતિ સંદેશ


સમગ્ર વિશ્વમાં 8મી મે ના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.થેલેસેમિયા એ એક ગંભીર રક્ત રોગ છે જેમાં વ્યક્તિના શરીરમાં હિમોગ્લોબિનનું ઉત્પાદન બંધ થઈ જાય છે.આજે ઘણા લોકો થેલેસેમિયા રોગથી પિડીત છે અને કેટલાય લોકોએ આ ગંભીર રોગ સામે ઝઝુમી અને હાલ સ્વસ્થ જીંદગી જીવી રહ્યા છે.
શિવમ્ ચક્ષુદાન આરેણા પરિવાર ચક્ષુદાન-રક્તદાન-દેહદાન તેમજ પશુ-પક્ષી,પર્યાવરણ,ગૌ સેવા જેવી વિવિધ સેવાકીય પ્રવૃતિની સાથે સાથે થેલેસેમિયા ગ્રસ્ત લોકો માટે પણ આજ દિન સુધી કાર્ય કરી રહ્યા છે.
આ માટે અમારા ગૃપના યુવાનો દ્વારા જ્યારે જ્યારે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે બ્લડની જરુરિયાત ઉભી થઈ ત્યારે ત્યારે બ્લડ ડોનેટ કરવા માટે જરુરિયાતમંદ સુધી પહોંચી પોતાના રક્તનું દાન કરેલ છે.

થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે જ્યારે બ્લડની અછત જણાઈ ત્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરીને બ્લડ બેંકોને બ્લડ પહોંચતુ કર્યું છે.

આ ઉપરાંત થેલેસેમિયા જન જાગૃતિ અભિયાન દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેના કાર્યો અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.પહેલા થેલેસેમિયા ટેસ્ટ અને પછી જ સગાઈ જેનાથી આવનારુ બાળક થેલેસેમિયાગ્રસ્ત ન બને તે માટે જાગૃતિ લાવવાનું કાર્ય અમારી ટીમ કરી રહી છે.
અમારા આરેણા ગામની બે દિકરીઓ થેલેસેમિયાગ્રસ્ત હતી તેને બ્લડની જરુરિયાતના સમયે અમારા યુવાનો દ્વારા રક્તદાન કરી આ દિકરીઓનો શારિરિક અને માનસિક જુસ્સો વધાર્યો છે.અને તેના મજબુત મનોબળ થકી આજે આ બંન્ને દિકરીઓ થેલેસેમિયા સામે વિજય મેળવી શકી છે.
આ બંન્ને દિકરીઓમાંની એક ચેતનાબેન હમીરભાઈ ધ્રામણચોટિયા હાલ બ્રહ્માંનદ વિદ્યાલય ચાપરડા મુકામે નર્સીંગનો કોર્સ કરી રહી છે અને પોતાની જીંદગી ખુબ ખુશ રહી જીવી રહી છે.
બીજી દિકરી આર્યાબેન ભાવિકભાઈ જોશી છે.તે પણ આ રોગની સામે લડી અત્યારે પોતાના અભ્યાસની સાથે સાથે ખુબ સુંદર જીંદગી જીવી રહી છે.
આ બધુ ત્યારે શક્ય બને કે જ્યારે આવા પિડિત બાળકોને યોગ્ય સમયે જરુરી મદદ,પ્રેમ અને સહાનુભુતિ મળે જે કાર્ય અમારી ટીમ કરી રહી છે.

આજે તા.૮ મેં ના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિતે શિવમ્ ચક્ષુદાન આરેણા પરિવાર દ્વારા આ બંન્ને દિકરીઓને શ્રી મદ્ ભાગવત ગીતા તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવશે અને તે બંન્ને દિકરીઓ ખુબ નિરોગી અને લાંબુ આયુષ્ય ભોગવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
રિપોર્ટર સુદીપ ગઢીયા -9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.