મહિલા અને બાળ વિભાગ અધિકારીની કચેરી બોટાદ દ્વારા ગઢડા ખાતે મહિલાઓને જાતીય સતામણી બાબતે જાગૃતિ શિબિર યોજવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gdnczwltgopq3dvn/" left="-10"]

મહિલા અને બાળ વિભાગ અધિકારીની કચેરી બોટાદ દ્વારા ગઢડા ખાતે મહિલાઓને જાતીય સતામણી બાબતે જાગૃતિ શિબિર યોજવામાં આવી


આજ રોજ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ.મન્સૂરી દ્વારા તેમજ દહેદ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવેના માર્ગદર્શન હેઠળ ગઢડા ઠાકરશી ભીમાણી ડાયમંડ્સમાં હીરા કામ કરતી મહિલાઓ સાથે કામકાજના સ્થળે જાતીય હિંસા -અધિનિયમ -2013 અંતર્ગત કાયદાકીય શિબિરનુ આયોજન કરવામાં આવેલ જેમાં દહેજ પ્રતિબંધક. અધિકારી હેતલબેન દવે દ્વારા મહિલાઓ પર થતી હિંસા અને તેના અટકાયતી પ્રતિબંધ અને નિવારણ અંગે કાયદા અંગે વિશેષ માહિતી આપેલ ગઢડા કોર્ટમાં પેરા લીગલ વોલિએન્ટ રોહિતભાઈ કાપડીએ કાનૂની સેવા સત્તા મંડળ વિશે માહિતી આપેલ તેમજ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર નીતાબેન પટેલ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ- 2005 ,પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની કામગીરી અંગે તેના અનુભવો, ૧૮૧ અભિયમ અને સખીવન સ્ટોપ યોજના વિશે માહિતી આપેલ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા ચાલતી વ્હાલી દીકરી વિધવા સહાય ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન, સ્વરોજગાર લક્ષી તાલીમ બાબતે વીએમકેના સંચાલક પારૂલબેન કંસારા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ તેમજ નારી અદાલતના કોર્ડીનેટર ભૂમિકાબેન સોલંકી દ્વારા સમગ્ર પ્રોગ્રામનું એન્કરિંગ કરી નારી અદાલતની યોજનાકીય કામગીરી બાબતે માહિતી આપેલ તેમજ ભાજપના મહિલા મોરચાના પ્રમુખ વસંતબેન સોઢાધર દ્વારા પોતાના મહિલા લક્ષી અનુભવો વ્યક્ત કરેલા ત્યારબાદ ભીમાણી ડાયમંડ્સના માલિક ઠાકરશીભાઈ દ્વારા પોતાના અનુભવો અને મહીલાઓને કેવા પ્રકારની કારખાનામાં સુવિધાઓ આપવામાં આવે છે તે બાબતે માહિતી આપેલી અને કાર્યક્રમ દરમ્યાન હાજર મહીલાઓને સંકટ સખી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી એપ્લિકેશન વિષે માહિતગાર કરવામાં આવેલ પ્રચાર પ્રસાર કરવા અંગે જણાવેલ હતું. વીએમકેના કોર્ડીનેટર ગાયત્રીબેન દ્વારા સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન vmk સંચાલક પારૂલબેન અને ગાયત્રીબેન દ્વારા કરવામાં આવ્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]