વેરાવળ ના કાજલી ગામના યુવાન ને લેખન ક્ષેત્ર માટે અતુલ્ય વારસો આઈડેન્ટેટી એવોર્ડ આપવામાં આવ્યો - At This Time

વેરાવળ ના કાજલી ગામના યુવાન ને લેખન ક્ષેત્ર માટે અતુલ્ય વારસો આઈડેન્ટેટી એવોર્ડ આપવામાં આવ્યો


વેરાવળ ના કાજલી ગામના યુવાન ને લેખન ક્ષેત્ર માટે અતુલ્ય વારસો આઈડેન્ટેટી એવોર્ડ આપવામાં આવ્યો

ગુજરાત ના ૮૬ હેરિટેજ પ્રેમીઓને અવોર્ડ અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા

'હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર' દ્વારા 'અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ 2022'
ગાંધીનગર સ્થિત IITEના ઓડીટોરીયમમાં
એનાયત કરવામાં આવ્યા હતા જેમાં વેરાવળ તાલુકા ના કાજલી ગામના વતની રાજેશ ભજગોતર ને લેખન ક્ષેત્ર માટે અતુલ્ય વારસો આઈડેન્ટેટી એવોર્ડ 2022 લેખક કિશોરભાઈ મકવાણા ના હસ્તે આપવામાં આવ્યો હતો
• ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ
• પર્યાવરણ અને જળ સરંક્ષણ
• પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે)
• લેખન અને પ્રકાશન
• હેરીટેજ પ્રવાસન
-- આ પાંચમાંથી કોઈપણ ક્ષેત્રે સારી કામગીરી, ફરજ નિભાવી રહેલા અને ઓછા પ્રચલિત હોય તેવી વ્યક્તિ, ને સંસ્થા દ્વારા સન્માનિત કરવામ આવેલ હતા જેમાં ગુજરાત ના ૮૬ હેરિટેજ પ્રેમીઓને અવોર્ડ અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવેલ હતા જેમાં ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા ના પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી, ક્ષેત્ર - હેરીટેજ જાગૃતિ, તેમજ વેરાવળ ના દિપકભાઈ સિંધવડ, ક્ષેત્ર - સામાજીક કાર્યકર પર્યાવરણ, હેરીટેજ, લેખન વેરાવળ તાલુકા ના કાજલી ગામના વતની અને પત્રકાર રાજેશભાઈ ભજગોતર, ને ક્ષેત્ર - લેખન તેમજ વર્ષાબેન રૂપારેલીયા, ક્ષેત્ર-કલા.માટે અવોર્ડ આપવામાં આવેલ હતો
આ તકે જાણીતા સામાજિક કાર્યકર્તા અનારબેન પટેલ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેલ તેમજ . અતિથી વિશેષમાં જાણીતા લેખક અને ચિંતક શ્રી કિશોર મકવાણા, ગુજરાત સાહિત્ય અકાદમીનાં મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, રોયલ પરિવારમાંથી અને હેરિટેજ પ્રવાસન સમિતીનાં સક્રિય સભ્ય શ્રી પુંજાબાપુ વાળા, જાણીતા પર્યાવરણવિદ્દ શ્રી મનીષ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા

છેલ્લા ઘણા સમયથી 'હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર'ના સંસ્થાપક કપિલ ઠાકર અને તેમની ટીમ દ્વારા આપણા અણમોલ વારસાના જતન અને જાગૃતિ માટે એક અદ્વિતીય અભિયાન ચાલી રહ્યું છે. આ વિષયને લઇને એમના દ્વારા 'અતુલ્ય વારસો' નામનું સામયિક પણ ચાલે છે. 'અતુલ્ય વારસો આઈડેન્ટેટી એવોર્ડ'નું આયોજન કપિલ ઠાકર અને તેમની સંસ્થાએ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.