*બાણેજ ખાતે મંદિર પરિસરની સફાઈ કરી કલેક્ટરશ્રીએ સ્વચ્છતા સાથે પ્રકૃતિ જતનનો સંદેશ આપ્યો* - ગીર સોમનાથ, તા.૨૬: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ ભારતના એકમાત્ર મતદાર ધરાવતા વિશિષ્ટ મતદાન મથક બાણેજની આજે સવારે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી તેમણે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી સમાજને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. કલેકટરશ્રીએ જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો અને પ્રવાસનની જગ્યાએ નાગરિકો અને પ્રવાસીઓ કચરો અને ગંદકી ન ફેલાવે અને દેશને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સ્વચ્છતાના અભિયાનમાં સહભાગી થાય તે માટેની અપીલ કરી હતી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/g9avrrq2losf5grm/" left="-10"]

*બાણેજ ખાતે મંદિર પરિસરની સફાઈ કરી કલેક્ટરશ્રીએ સ્વચ્છતા સાથે પ્રકૃતિ જતનનો સંદેશ આપ્યો* ———- ગીર સોમનાથ, તા.૨૬: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ ભારતના એકમાત્ર મતદાર ધરાવતા વિશિષ્ટ મતદાન મથક બાણેજની આજે સવારે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી તેમણે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી સમાજને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. કલેકટરશ્રીએ જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો અને પ્રવાસનની જગ્યાએ નાગરિકો અને પ્રવાસીઓ કચરો અને ગંદકી ન ફેલાવે અને દેશને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સ્વચ્છતાના અભિયાનમાં સહભાગી થાય તે માટેની અપીલ કરી હતી.


*બાણેજ ખાતે મંદિર પરિસરની સફાઈ કરી કલેક્ટરશ્રીએ સ્વચ્છતા સાથે પ્રકૃતિ જતનનો સંદેશ આપ્યો*
----------
ગીર સોમનાથ, તા.૨૬: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ ભારતના એકમાત્ર મતદાર ધરાવતા વિશિષ્ટ મતદાન મથક બાણેજની આજે સવારે મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી તેમણે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી સમાજને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

કલેકટરશ્રીએ જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો અને પ્રવાસનની જગ્યાએ નાગરિકો અને પ્રવાસીઓ કચરો અને ગંદકી ન ફેલાવે અને દેશને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સ્વચ્છતાના અભિયાનમાં સહભાગી થાય તે માટેની અપીલ કરી હતી.

કલેક્ટરશ્રીએ સ્વચ્છતાની મહત્તા વર્ણવતા જણાવ્યું હતું કે, ‘જંગલ એ પ્રકૃતિની અમૂલ્ય દેન છે. જંગલમાં ફરવા આવતાં પ્રવાસીઓ વેફર, કોલ્ડ્રિંક્સની ખાલી બોટલ્સ, નકામી કોથળીઓ અને અન્ય કચરો જ્યાં ત્યાં ફેંકી જંગલ વિસ્તારને પ્રદૂષિત ન કરે, કચરો કચરાપેટીમાં જ નાખે અને અમૂલ્ય એવી પ્રાકૃતિક સંપદા જાળવવા માટે પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપે.

કલેક્ટરશ્રી સાથે બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી હરિદાસજી સહિત મામલતદાર અને અન્ય કર્મચારીશ્રીઓ પણ આ નાના પણ મહત્વપૂર્ણ સફાઈ અભિયાનમાં જોડાયાં હતાં.
00 000 00 000 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]