બાલાસિનોર ત્રણ જિલ્લામાં મિલકત સંબંધી ગંભીર ગુનાઓ કરનાર વ્યક્તિને પાછા હેઠળ અટકાયત કરતી બાલાસિનોર પોલીસ - At This Time

બાલાસિનોર ત્રણ જિલ્લામાં મિલકત સંબંધી ગંભીર ગુનાઓ કરનાર વ્યક્તિને પાછા હેઠળ અટકાયત કરતી બાલાસિનોર પોલીસ


મહિસાગર,અરવલ્લી તથા ખેડા જીલ્લામાં મિલ્કત સંબધી ગંભીર પ્રકારના ગુન્હાઓ કરનાર ભયજનક વ્યક્તિને પાસા હેઠળ અટકાયત કરતી બાલાસિનોર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી પંચમહાલ રેન્જ-ગોધરા તથા પોલીસ અધિક્ષકશ્રી, રાકેશ પી.બારોટ સાહેબ મહિસાગર નાઓએ મહિસાગર જિલ્લાનાં બાલાસિનોર તથા કોઠંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનાં દસ કરતાં વધુ ઘરફોડ ચોરીના ગંભીર પ્રકારના ગુન્હાઓમાં અગાઉ પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા કરેલ સુચના આધારે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ અને કાયદાકીય હળવી જોગવાઇના કારણે જામીન ઉપર મુક્ત થયેલ ઘરફોડ ચોરીઓ કરનાર રીઢા ગુનેગાર અને ભયજનક વ્યક્તિ ગણપતભાઇ જવાનભાઇ સોલંકી રહે. વાઘાવત તા.કપડવંજ જી.ખેડા વાળા વિરૂધ્ધમાં તેના ગુનાઓ આધારે પાસા દરખાસ્ત શ્રી એમ.વી.ભગોરા પો.ઈન્સ. બાલાસિનોર પોલીસ સ્ટેશન નાઓએ તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહિસાગર નાઓએ પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ કચ્છ ભુજ ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોઇ જે આધારે પોલીસ અધિક્ષક સા.શ્રી મહિસાગર નાઓએ સામાવાળાને શોધી કાઢવા કરેલ સુચના આધારે શ્રી એમ.વી.ભગોરા પો.ઈન્સ, બાલાસિનોર પોલીસ સ્ટેશન તથા તેમની ટીમના માણસોએ સામાવાળાને ખેડા જીલ્લાના આંતરસુબાના વાઘાવત ગામેથી ગણતરીનાં કલાકોમાં ઝડપી હસ્તગત કરી તા.૦૨/૦૯/૨૦૨૨ ના રોજ મધ્યસ્થ જેલ કચ્છ-ભુજ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

>પાસા દરખાસ્ત કરનાર :

(૧) પો.ઇન્સ. શ્રી એમ.વી.ભગોરા બાલાસિનોર પો.સ્ટે.

(૨) અ.હે.કો વિનોદભાઇ હિરાભાઇ બ.નં ૮૦૩ (૩) આ.હેડ.કોન્સ. અરવિંદભાઇ મણીભાઇ બ.નં ૬૭

>પાસા અટકાયતીને પકડી લાવવાની કામગીરી

કરનાર

(૧) શ્રી આર.કે.ભરવાડ પો.સ.ઇ. બાલાસિનોર પો.સ્ટે. (૨) એ.એસ.આઇ, મહેન્દ્રસિંહ બાલુસિંહ બ.ન.૭૫૩ (૩) એ.એસ.આઇ. દેવેન્દ્રસિંહ નટવરસિંહ બ.ન.૭૧૮

(૪) પો.કોન્સ જયરાજસિંહ ઉદેસિંહ બાન.૨૧૦

(૫) પો.કોન્સ સત્તાભાઇ કાળાભાઇ બ.નં.૮૭૨ (૬) પો.કોન્સ રીતેશભાઇ રમેશભાઇ બ.ન.૭૪૪

(૭) પો.કોન્સ કલ્પેશકુમાર ધુળાભાઇ બ.નં.૧૬


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.