વિસાવદર લાયન્સ કલબ દ્વારા દિપાવલી રંગોલી સ્પર્ધા સંપન્ન. - At This Time

વિસાવદર લાયન્સ કલબ દ્વારા દિપાવલી રંગોલી સ્પર્ધા સંપન્ન.


વિસાવદર: તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા દિવાળી પર્વની ઉજવણી અંતર્ગત પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ તેમજ સેક્રેટરી લાયન ભાવેશભાઈ પદમાણીના સયુંકત માર્ગદર્શન તેમજ આર્થિક સહયોગથી વિસાવદર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે જગ્યાનાં મહંત પૂજય હીરાપુરી બાપુની પ્રેરણાથી દિપાવલી રંગોલી કોમ્પિટિશન યોજવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધેલ જે પૈકી સ્પર્ધાના બંન્ને વિભાગમાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતિય સ્થાન મેળવનાર ને લાયન્સ કલબ ઈન્ટરનેશનલ સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરવામાં આવેલ સાથે તમામને આઈસ્ક્રીમ કોન પીરસવામાં આવેલ. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જ્યોત્સનાબેન ગૌસ્વામી, જલ્પાબેન ગૌસ્વામી તેમજ પ્રતિક્ષાબેન ગૌસ્વામી એ પોતાની બહુમૂલ્ય સેવા આપેલ

રિપોર્ટ મુકેશ રીબડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.