જૈન સંઘના ઈતિહાસમાં ૬૩૦ વર્ષ પછી સહસ્રાવધાનનો એક વિશિષ્ટ કાર્યક્રમ એન.એસ.સી.યુ.આઈ વર્લી ખાતે સવારે નવ કલાકે સેંકડો મહાત્માઓની નિશ્રામાં યોજાશે - At This Time

જૈન સંઘના ઈતિહાસમાં ૬૩૦ વર્ષ પછી સહસ્રાવધાનનો એક વિશિષ્ટ કાર્યક્રમ એન.એસ.સી.યુ.આઈ વર્લી ખાતે સવારે નવ કલાકે સેંકડો મહાત્માઓની નિશ્રામાં યોજાશે


જૈન સંઘના ઈતિહાસમાં ૬૩૦ વર્ષ પછી સહસ્રાવધાનનો એક વિશિષ્ટ કાર્યક્રમ

એન.એસ.સી.યુ.આઈ વર્લી ખાતે સવારે નવ કલાકે સેંકડો મહાત્માઓની નિશ્રામાં યોજાશે

મુંબઈ હજારો ભાઈ-બહેનોની હાજરીમાં એક અવિસ્મરણીય, અલૌકિક અને અનુપમ કાર્યક્રમ યોજાશે જેના પર સમગ્ર વિશ્વના બૌદ્ધિકો ચિંતકો અને ન્યુરોલોજિસ્ટો મીટ માંડીને બેઠા છે.૬૩૦ વર્ષ પછી જૈન સંઘના ઈતિહાસમાં રચાશે નવો સુવર્ણ ઈતિહાસ જૈન મુનિ અજિતચંદ્રસાગરજી મહારાજ સાહેબ દ્વારા સહસ્રાવધાન
જૈન સંઘના ઈતિહાસમાં ૬૩૦ વર્ષ પછી સહસ્રાવધાનનો એક વિશિષ્ટ કાર્યક્રમ તા.૦૧/૦૫/૨૪ બુધવારના જાહેર રજાના દિવસે એન.એસ.સી.યુ.આઈ વર્લી ખાતે સવારે ૯-૦૦ કલાકે સેંકડો મહાત્માઓની નિશ્રામાં અને હજારો ભાઈ-બહેનોની હાજરીમાં આ એક અવિસ્મરણીય અલૌકિક અને અનુપમ કાર્યક્રમ યોજાશે જેના પર સમગ્ર વિશ્વના બૌદ્ધિકો, ચિંતકો અને ન્યુરોલોજિસ્ટો મીટ માંડીને બેઠા છે પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી નયનચંદ્રસાગરજી મહારાજાના ગણિવર્ય શ્રી અજિતચંદ્રસાગરજી મહારાજા દ્વારા સહસ્રાવધાનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.આ કાર્યક્રમ સંતિકરં સ્તોત્રના રચયિતા ગણિ મુનિસુંદરજી મહારાજા દ્વારા રાજાના દરબારમાં ૧.૦૦૦ અવધાનનો કાર્યક્રમ ૬૩૦ વર્ષ પહેલા યોજાયો હતો ત્યારબાદ હજુ સુધી કોઈએ આવો કાર્યક્રમ કર્યો નથી.શતાવધાનમાં ૧૦૦ વસ્તુ, ચિત્રો, ઈતિહાસના પાત્રો એમ અલગ અલગ વિષયના અલગ અલગ શ્રોતાઓ દ્વારા કહેવામાં આવે છે જ્યારે સહસ્રાવધાનમાં એક સાથે ૧.૦૦૦ વસ્તુઓ શ્રોતા દ્વારા કહેવામાં આવે છે. અને એ બધાં જ પૂજ્ય મહાત્મા એક પણ નોટ પેન,લેપટોપ કે કોમ્પ્યુટરની મદદ વગર ક્રમબદ્ધ એક સાથે લાઈનમાં તેમ જ આડાઅવળા ગમે તે નંબરની વસ્તુ,ચિત્રો કે પાત્રો જૈન મુનિ સડસડાટ કહી આપે છે.અગાઉ આ જ મહાત્મા દ્વારા અમદાવાદમાં શતાવધાન ષન્મુખાનંદ હોલ મુંબઈમાં દ્વિશતાવધાન તેમ જ ૫૦૦ અવધાનના કાર્યક્રમ આ જ મેદાનમાં યોજાઈ ચૂક્યા છે. સામાન્ય વ્યક્તિ પોતાની મગજની શક્તિનો વધુમાં વધુ ૫ થી ૭ ટકા ઉપયોગમાં લઈ શક્યા છે. પણ જો કોઈ વ્યક્તિ ૭ થી ૮ ટકાથી પણ વધારે બ્રેઈન પાવરનો ઉપયોગ કરે તો તે સુપરહ્યુમન બીઈિંગ તરીકે બહાર આવે છે. કોઈ એક વ્યક્તિ પાંચ કે ૧૦ વસ્તુઓ એકસાથે કદાચ યાદ રાખી શકે છે પરંતુ એકસાથે ૧.૦૦૦ વસ્તુઓને ક્રમબદ્ધ રીતે અને તેને ફરીવાર રજૂ કરવી તે વિશ્વના બૌદ્ધિકો અને પ્રબુદ્ધ લોકો માટે આશ્ચર્યકારી ઘટના છે.
જૈન મુનિ અજિતચંદ્રસાગરજી મહારાજને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળી ચૂક્યું છે અને વિશ્વની વિખ્યાત યુનિવર્સિટી દ્વારા તેઓને ડોક્ટરેટની પદવી આપવામાં આવી છે.આ પ્રસંગને નિહાળવા અનેક યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલર, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજો અને આઈ.એ.એસ, આઈપીએસ અને આઈએસના અધિકારીઓ તેમ જ અનેક બજારોના મુખ્ય પદાધિકારીઓ તેમ જ મોટીવેશનલ સ્પીકરો, પ્રોફેસરો, કોચિંગ ક્લાસના લેક્ચરરો જેવા અનેક વિદ્વાનો અને ખ્યાતનામ પત્રકારો આ કાર્યક્રમને નિહાળવા હાજરી આપવાના છે તેના પાસ ઓનલાઈન મળે છે. જેનું રજિસ્ટ્રેશન ખુલતા હજારો લોકોએ પોતાનું નામ નોંધાવી દીધું છે.સરસ્વતી સાધના રિસર્ચ ફાઉન્ડેનના માધ્યમે આ આચાર્ય ભગવંતીશ્રીએ તેમ જ ગુરુભગવંતે અત્યાર સુધીમાં ૫૦.૦૦૦ થી વધુ બાળકોને સરસ્વતી માતાની સાધના કરાવેલી છે અને મનમાં શક્તિ છે પરંતુ આત્માની લબ્ધિને બાળકોમાં પણ પ્રગટ કરાવવાનો તેઓએ ભગીરથ પ્રયાસ કર્યો છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.