વિશ્વ વિભૂતિ, નોલેજ ઓફ સિમ્બોલ અને ભારતરત્ન થી સન્માનિત ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ - At This Time

વિશ્વ વિભૂતિ, નોલેજ ઓફ સિમ્બોલ અને ભારતરત્ન થી સન્માનિત ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ


વિશ્વ વિભૂતિ, નોલેજ ઓફ સિમ્બોલ અને ભારતરત્ન થી સન્માનિત ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ

બંને જિલ્લાના વિવિધ સંગઠનો, કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની રવિવારે 133મી જન્મ જયંતીની ઉજવણી હિંમતનગર સહીત સાબરકાંઠા જિલ્લામાં કરવામાં આવી હતી. પ્રાંતિજ ભાખરિયા વિસ્તારમાં અને હિંમતનગરમાં સિવિલ સર્કલ પાસે,ઇડરમાં એપોલો સર્કલ પાસે ભાજપ સંગઠન દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલી કરવામાં આવી હતી. હિંમતનગર અને પ્રાંતિજમાં સાબરકાંઠા અને અરવલ્લી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભના મહેન્દ્રસિંહ બારૈયાએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પુષ્પાજંલી અર્પણ કરીને વંદન કર્યા હતા.

આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા,
પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલ, ઉપપ્રમુખ નિર્મલા પંચલા સહીત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઇડરમાં એપોલો સર્કલ પાસે ડૉ.બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતી નિમિતે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સહીત તાલુકા, શહેર સંગઠનના હોદ્દેદારો સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો વિજયનગરમાં પણ તાલુકા અને શહેર સંગઠન દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી હતી.
હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકરજીની 133 મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગરમાં જૂની સિવિલ સર્કલ અને ભોલેશ્વર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવી હતી. તો સાંજે ચાર કલાકે ડૉ બાબા સાહેબ આંબેડકર વિચાર ગોષ્ઠી કાર્યક્રમ પણ રાખવા આવેલ જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના જીવન ચરિત્ર વિશે ચર્ચા કરવામાં
આવશે.
સમગ્ર હિંદુ સમાજ ડૉ બાબાસાહેબ આંબેડકરે ચિંધેલા માર્ગ પર ચાલે તથા સમગ્ર હિન્દુ સમાજમાં સમરસતા ઊભી થાય અને સમાજના તમામ લોકો
શિક્ષિત બની, સંગઠિત રહી રાષ્ટ્રના ઉત્થાન માટે કાર્ય કરતા રહે એવો ભાવ પણ રજૂ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી નલીન પટેલ, વિભાગ મંત્રી દિપેશ પટેલ, જિલ્લા અધ્યક્ષ મનહર સુથાર, જિલ્લા ઉપાધ્યક્ષ જયેશ પટેલ, જિલ્લા સમરસતા પ્રમુખ કમલેશ પરમાર તથા જિલ્લા મંત્રી હિતેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અનુસૂચિત જાતિના આગેવાન બંધુઓમાંથી ભગાભાઈ પરમાર, શશીભાઈ સોલંકી, નાગરિક બેંકના ડિરેક્ટર, શશીકાંત સોલંકી નગરપાલિકા સદસ્ય, દિનેશ શ્રીમાળી, મનિષભાઈ વગેરે તથા સમાજના અન્ય લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.