પ્રોહી.કેસમાં એક વર્ષથી નાસ્તા ફરતા ત્રણને ઝડપી લેતી વલભીપુર પોલીસ - At This Time

પ્રોહી.કેસમાં એક વર્ષથી નાસ્તા ફરતા ત્રણને ઝડપી લેતી વલભીપુર પોલીસ


વલભીપુર પો.સ્ટે.ના Psi પી.ડી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ વલ્લભીપુર પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન હેડ કોન્સ.જે.બી.સાંગા તથા ડી.એસ.ગોહીલ તથા પો.કોન્સ.પુષ્પરાજસિંહ ગોહિલ નાઓને સંયુકત બાતમીરાહે હકીકત મળેલ કે વલ્લભીપુર પો.સ્ટે.માં દાખલ થયેલ પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓ વલ્લભીપુર બજરંગ ચોકડી ખાતે અમરેલી તરફ જવાના રસ્તે વાહનની રાહે ઉભા છે તેવી ચોક્કસ હકીકત મળતા નીચે મુજબના આરોપીઓ હાજર મળી આવતા ત્રણેયની પુછપરછ કરતા નીચે મુજબના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા હોવાનુ જણાઇ આવતા ધોરણસર આ વલ્લભીપુર પો.સ્ટેના ગુનામાં ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપીઓ:-(૧)જગુભાઇ વાલાભાઇ વાળા ઉ.વ.૪૦ ધંધો ખેતી રહે.લાલાવદર ગામ તા.જી.અમરેલી(૨) જીતુભાઇ લખુભાઇ ખાખડીયા ઉ.વ.૪૬ ધંધો ખેતી રહે.લીલીયા રોડ રોકડીયાપરા,અમરેલી(3)ધર્મેશ ઉર્ફે ધમો મનુભાઇ વાળા ઉ.વ.૩૭ ધંધો ખેતી રહે.લીલીયા રોડ તા.જી.અમરેલી નાસતા-ફરતા ગુન્હાની વિગત વલભીપુર પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૮૦૬૫ ૨૩૦૧૬૦/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એઇ,૧૧૬(બી) ૮૧,૮૩,૯૮(૨)કામગીરી કરનાર અધીકારી/કર્મચારીઓ:-વલભીપુર પો.સ્ટે.ના Psi પી.ડી.ઝાલા તથા પો.હેડ કોન્સ.જે.બી.સાંગા તથા પો.હેડ કોન્સ.ડી.એસ.ગોહિલ તથા પો.કોન્સ.પુષ્પરાજસિંહ ગોહીલ અરવિંદભાઇ ચુડાસમા અશોકભાઇ કળોતરા તથા ડ્રા.પો.કોન્સ.મયુરસિંહ ગોહિલ સહિત વલભીપુર પોલીસ ટીમના જોડાયા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.